Abtak Media Google News

વન વીક વન રોડ ઝુંબેશ 

  • ટાઉન પ્લાનીંગ શાખાએ 15 સ્થળોએ છાપરા, ઓટાનું દબાણ દૂર કર્યું: ફૂડ શાખાએ 27 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય 48 માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં તા. 09-05-2023ના રોજ ઈસ્ટ ઝોનમાં ચુનારવાડ ચોકથી નેશનલ હાઈવે સુધીના રોડ પર રાજકોટ મહાનગરપાલિકાની અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દંડની કાર્યવાહી કરેલ અને ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા વિવિધ બિલ્ડીંગોમાં ફાયર ગઘઈ અંગે ચકાસણીની કામગીરી કરવામાં આવે છે.

3 Whatsapp Image 2023 05 09 At 11.53.45 Am

રાજકોટ મહાનગરપાલિકાની ટાઉનપ્લાનીંગ શાખા દ્વારા આજે રોજ વન વીક વન રોડ અંતર્ગત શહેરના ઇસ્ટ ઝોન વિસ્તારના વોર્ડ નં.06 અને 15માં સમાવિષ્ટ ચુનારાવાડ ચોક થી નેશનલ હાઇવે સુધીના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ  દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જે અન્વયે કુલ 15 સ્થળોએ થયેલ છાપરા/ઓટાનું દબાણ દુર કરી અંદાજીત 1050.00ચો. ફૂટ પાર્કિંગ/માર્જીનની જગ્યા ખુલ્લી કરવામાં આવેલ છે.

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેરમાં કચરો ફેંકનાર, ગંદકી કરવા સબબ 8 આસામી પાસેથી રૂ. 2750નો દંડ વસુલ્યો, પ્રતિબંધીત પ્લાસ્ટીક રાખવા, ઉપયોગ કરવા સબબ 23 આસામી પાસેથી રૂ.13000નો દંડ વસુલ્યો, કચરાપેટી, ડસ્ટબીન ન રાખવા સબબ 1  આસામી પાસેથી  રૂ.250નો દંડ વસુલ્યો જપ્ત કરેલ પ્રતિબંધીત પ્લાસ્ટિક 9 કિ.ગ્રા.જપ્ત કરેલ.

શહેરના ચુનારાવાડ ચોકથી નેશનલ હાઇવે સુધીનાં વોર્ડ નં. 6/15 નાં રસ્તા પર રહેલા 72 પૈકી 04 બંધ સ્ટ્રીટ લાઈટને રીપેરીંગ કરી ચાલુ કરવામાં આવેલ છે, તથા નડતરરૂપ દબાણને લગત 02 લોકેશન પરથી ઇલેક્ટ્રીક સર્વિસ વાયર દૂર કરવામાં આવેલ છે. રસ્તા પર ચુનારાવાડ ચોકમાં ટ્રાફિક સિગ્નલ આવેલ છે, જે ચાલુ છે.

પી. ડી. અઢીયાના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં. 6 અને 15માં બાંધકામ, ડ્રેનેજ અને વોટર વર્કસ શાખા દ્વારા 1425.00 ચો.મી. માં મેટલીંગ કામ કરવામાં આવેલ તેમજ રોડની બંને બાજુના સાઈડના પડખામાં કુલ 23.00 ચો.મી. માં પેવિંગ બ્લોક તથા ફુટપાથ રીપેરીંગ કરવામાં આવેલ. જેટીંગ મશીન તેમજ ડી સીલ્ટીંગ રિક્ષા દ્વારા ડ્રેનેજના મેનહોલ કુલ-41 નંગની સફાઈ કરવામાં આવેલ. વોટર વર્કસ શાખા દ્વારા કુલ-23 નંગ વાલ્વ ચેમ્બરની સફાઈ કરવામાં આવેલ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.