રાજકોટ: રૈયા, સંજયનગર, જંકશન, આઝાદ ચોક, શીવનગર અને નાનામૌવામાં જુગારના દરોડા

શ્રાવણ મહિનો શરુ થતાની સાથે જ જુગારની મોસમ ખીલી હોય તેમ શહેરના રૈયા ગામ નજીક નવા રેસકોર્ષ પાસે જામનગર રન પર સંજયનગરમાં, જંકશન નજીક સ્લમ કવાર્ટરમાં, રૈયા રોડ પર આઝાદ ચોકમાં, ગોંડલ રોડ પર શીવનગરમાં અને નાનામવા ગામ નજીક મોકાજી સર્કલ પાસે પોલીસે જુગારના દરોડા પાડી જુગાર રમતી સાત મહીલા સહીત 36 પત્તાપ્રેમીને રૂ. 1.81 લાખની રોકડ સાથે ઝડપી લીધા છે.

પોલીસસૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ જામનગર રોડ પર જકાતાનાકા પાસે સંજયનગર શેરી નં. 1 માં રહેતા ચેતન બીપીનભાઇ ચૌહાણ તેના મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમી ક્રામઇ બ્રાન્ચના પી.એસ.આઇ. એમ.જે. હુણની ટીમને મળતા સ્ટાફ સાથે મકાનમાં જુગારનો દરોડા પાડી જુગાર રમતા ચેતન ચૌહાણ, હસમુખ બાલકૃષ્ણ, દીપક ખીમદાસભાઇ કૃણાલ રમેશભાઇ દાણીધારીયા, ઇમરાન સીંકદરભાઇ અલાણા કીરીટ મેપાભાઇ માકડીયા, સોયબ ઉર્ફે જામનગરી કરીમભાઇ સમેયા, ગીતાબેન જીલુભાઇ સોનારા, પુજાબેન લાલજીભાઇ, રશ્માબેન હનીફભાઇ ઠેબા, દિવ્યાબેન વિજયભાઇ દાવડા, અંબાબેન દિનેશભાઇ અધેરા, પાયલબેન હેમલભાઇ ગોસ્વામી અને પુજાબેન દીપકભાઇ દાણીધારીયાને રૂ. 55,600 ની રોકડ સાથે ઝડપી લીધા છે.બીજો દરોડો ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૈયા ગામ રોડની આગળ નવા રેસકોર્ષ નજીક પાડી જાહેરમાં જુગાર ખેલતા કેતન બાબુભાઇ ટોયટા, વાલા કરણભાઇ ટોયટા, ધના રાણાભાઇ ચૌહાણ, નારણના રાણાભા ધાંધણીયા, લાખા ખોડાભાઇ વકાતર અને નવધણ વાઘજીભાઇ શીયાળીયા, નામના શખ્સોને ઝડપી રૂ. 87,500 ની રોકડ કબ્જે કરી છે.

ત્રીજા દરોડામાં પ્ર.નગર પોલીસે જંકશન નજીક સ્લમ કવાર્ટર નજીક પાડી જાહેરમાં પત્તા ટીંચતા વિજય અશોકભાઇ વાઘેલા, જીતેશ બટુકભાઇ બારૈયા, નિલદીપ મહેન્દ્રભાઇ ઝાલાને રૂ. 11,600 ની રોકડ સાથે ઝડપી લીધા છે.જુગારનો ચોથો દરોડા એલ.સી.બી. ઝોન-ર ની ટીમે રૈયા રોડ પર આવેલા આઝાદ ચોક પાસેથી આસીફ મહમદભાઇ મામતી નામના શખ્સને ઝીમ્બાબે અને બાંગ્લાદેશ વચ્ચે ચાલતા ક્રિકેટના 20-20 મેચ પર સટ્ટો રમતો ઝડપી રૂ. 10 હજારનો મોબાઇલ કબ્જે કર્યો છે.

જુગારનો પાંચમો દરોડો માલવીયા નગર પોલીસે ગોંડલ રોડ પર શીવનગર-7 કમળાદેવી કૃપા નામના મકાનમાં પાડી જુગાર ખેલતા હિતેશ ભૈરવદાસ, વિજય કાંતીભાઇ, દિવ્યરાજસિંહ દિલીપસિંહ અને કુલદીપભાઇ ભુપતભાઇ વાળાને રૂ. 14,500 ની રોકડ સાથે ધરપકડ કરી છે.

જયારે છઠ્ઠો દરોડો રાજકોટ તાલુકા પોલીસે પાડી નાના મૈવા ગામ નજીક સોનાજી સર્કલ પાસે આવેલા વણકરવાસમાં પાડી જુગાર રમતા ભરત જેઠાભાઇ પરમાર, નાગરભાઇ જીવાભાઇ પરમાર, રાજેશ અરવિંદભાઇ શુકલ, કિરણ કરશનભાઇ ચાભડીયા, જીતેન્દ્ર હમીરભાઇ પરમાર, અશોક નારણભાઇ પરમાર, રાજેશ પરમાર, ભરત વજુભાઇ વાઘેલા અને ગીરીશ અમરશીભાઇ પરમારને રૂ. 1ર હજારના રોકડ સાથે ધરપકડ કરી છે.