રાજકોટ: ફ્રેન્ડસ કલબ દ્વારા ફેમીલી વાતાવરણમાં ગરબા રમાશે

ફ્રેન્ડસ કલબ વિજેતા ખેલૈયાઓને વૃઘ્ધાશ્રમના માવતરના હસ્તે અપાશે ઇનામ

ફ્રેન્ડસ કલબ રાજકોટ તથા ગૌ શાંતિ કનૈયા ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ફેમીલી રાસોત્સવ-2022નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ચોટીલાના ગાદીપતિ સુભાષગીરીબાપુ હિંગળાજ શકિતપીઠના ગાદીપતિ રજનીશગીરીબાપુ ચોટીલા દરબાર મહાવીરભાઇ ખાચર, જગદીશભાઇ અકબરી, જીમ્મીભાઇ અડવાણી, દેવેનકુમાર ભાલોડીયા, દિલીપભાઇ પટેલ મહેમાન તરીકે ઉ5સ્થિત રહેશે.

આ કાર્યક્રમનું આયોજન ફકત મેમ્બરો માટે છે વિનામૂલ્ય છે. આ કાર્યક્રમને સફળ બનાવવા કલબના ચેરમેન હિરેનભાઇ હાપલીયા, વાઇસ ચેરમેન પ્રકાર રાવરાણી, પ્રમુખ વિપુલ રાઠોડ, ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ રાઠોડ, ઉપપ્રમુખ સંદિપ લખતરીયા, મંત્રી જયંતિભાઇ થાનકી મહામંત્રી ભરત પિત્રોડા, સહમંત્રી સમીરભાઇ ખીરા, સમીરભાઇ જાવીયા, પ્રવિણભાઇ ખુંટ, સમીરભાઇ જાવીયા, રાજેશભાઇ મહેતા, મહીલા પ્રમુખ એન્જલબેન ગાંધી, ઉપપ્રમુખ આરતીબેન સોની, રેશમાબેન સોલંકી, લીનાબેન પારેખ, તૃપ્તીબેન મનિષાબેન સંપત, વૈશાલી આશર, હર્ષાબેન રાયચુરા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે વૃઘ્ધાશ્રમના મા-બાપ અને દિવ્યાંગ બાળકો તેમના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવશે.