Abtak Media Google News

શિક્ષકોએ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાથી લઈ પ્રચાર કેમ કરવો? સુધીનું આપ્યું માર્ગદર્શન

લોકશાહી દેશના નાગરીક તરીકે દેશના બંધારણ , ચૂંટણીની પ્રણાલી અને રાજકારણનું મહત્વ સમજાવવા માટે તાજેતરમાં રાજકોટની જાણીતી જીનિયસ સ્કૂલ ખાતે જીનિયસ સ્કૂલ ઈલેક્શન 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં ધોરણ 09 થી 12 ના વિધાર્થીઓ ખુબ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

આ ચૂંટણીના આયોજન પાછળનો હેતુ સમજાવતા સંસ્થાના ચેરમેન ડી.વી.મહેતા એ જણાવ્યું હતું કે , વિધાર્થીઓ ભારતની લોકશાહી ચૂંટણી પ્રણાલી વિશે જાણી શકે , રાજકારણી તરીકે ચૂંટાયા પછી તે પદ અને જવાબદારીનું મહત્વ અનુભવી શકે તથા ભવિષ્યમાં કારકિર્દીના વિકલ્પ તરીકે પસંદ કરી શકે તે માટે શાળા કક્ષાએ જ તેમને નેતા બનવાની તક અને વાતાવરણ પુરુ પાડવા માટે આ ઈલેક્શનનું આયોજન કરવામા આવ્યું

Press Photo Genius School Election

આ ચૂંટણીમા ભાગ લેનાર વિધાર્થીઓને ચૂંટણીની જાણકારી આપવા માટે વોટસએપ દ્વારા મેસેજ મોકલવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન ફોર્મ ભરીને તેમની દાવેદારી નોંધાવી હતી . આ ચૂંટણી અરવલ્લી , હિમાલય વિધાંચલ અને નીલગિરી એમ ચાર વિભાગોમાં વિભાજીત કરવામાં આવી હતી . આ માટે તમામ વિભાગોના શિક્ષકોને પણ ચાર ગૃહોમાં જૂથબદ્ધ કરવામાં આવ્યા હતા .

ત્યારબાદ શિક્ષકો એ ઉમેદવાર તરીકે ચૂંટાયેલા વિદ્યાર્થીઓને પ્રચાર કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન આપ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ શાળાના દરેક વર્ગમાં જઈને પ્રાર્થના સભામાં અને શાળાના નોટિસ બોર્ડ પર તેમના પ્રતીકો સાથે પ્રચાર પોસ્ટરો ચોંટાડયા હતા . ઉમેદવારોને મત આપવા માટેનું ચૂંટણી ફોર્મ ગૂગલ ફોર્મેટમાં બનાવવામાં આવ્યું હતું જેના દ્વારા શાળાના વિધાર્થીઓએ તેમના મનપસંદ ઉમેદવારોને મત આપ્યા હતા ભાગ લેનાર તમામ ઉમેારોને 3 દિવસ સુધી માર્ચ પાસ્ટની પ્રેક્ટિસ પણ કરાવવામાં આવી હતી . ચૂંટણીના પરિણામો બાદ વિજેતા ઉમેદવારો એ  ડી.વી. મહેતાના માર્ગદર્શન હેઠળ શપથગ્રહણ લીધા હતા . ત્યારબાદ વિજેતાઓને શિક્ષકો અને મેનેજમેન્ટ દ્વારા ફરજો પણ સોંપવામાં આવી હતી.

જીનિયસ સ્કૂલ ઈલેક્શનના સફળ આયોજન માટે સંસ્થાના ચેરમેન  ડી.વી. મહેતા અને સીઇઓ    ડીમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં શાળાના તમામ શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી . તેમજ ઇલેક્શનમાં ભાગ લઇને તેમની કાબેલિયતના આધારે ચૂંટણીમાં વિજેતા થનાર તમામ વિદ્યાર્થીઓને  ડી.વી મહેતા એ અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.