Abtak Media Google News

ડોમીનોઝ પિઝાના મેનેજર સામે દુષ્કર્મનો નોંધાતો ગુનો: એક વર્ષ સુધી શારિરીક શોષણ કર્યાના આક્ષેપ

શહેરના રિલાયન્સ મોલ ખાતે આવેલા ડોમીનોઝ પિઝાના મેનેજરે તેને ત્યાં કામે આવતી યુવતીને નોકરીમાંથી છુટી કરવાની ધમકી દઇ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા એસસીએસટી સેલના સ્ટાફે તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાવલનગરમાં રહેતી અને રિલાયન્સ મોલમાં આવેલા ડોમીનોઝ પીઝામાં છેલ્લા દોઢેક વર્ષથી નોકરી કરતી યુવતીને ડોમીનોઝ પીઝામાં મેનેજર તરીકે ફરજ બજાવતા બિહારના ઉમેશ શર્માએ લગ્નની લાલચ દઇ અને નોકરીમાંથી છુટી કરવાની ધમકી દઇ રિલાયન્સ મોલમાં અને રાવલનગરમાં યુવતી પર અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે યુવતીની ફરિયાદ પરથી ડોમીનોઝ પીઝાના મેનેજર ઉમેશ શર્મા સામે બળાત્કાર અંગેનો ગુનો નોંધી એસસીએસટી સેલના એસીપી પટેલ અને દેવરાજભાઇ સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.