Abtak Media Google News
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ક્લાર્ક તરીકે નોકરી કરતી પરિણીતાએ ગીર ગઢડા ખાતેના સાસરિયાં સામે નોધાવી ફરિયાદ

અબતક,રાજકોટ

રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ પર ઉમિયા ચોકમાં હિમાલય પાર્કમાં રહેતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ક્લાર્ક તરીકે નોકરી કરતી બીનીશાબેન નામની 29 વર્ષીય પરણીતાએ ગીર ગઢડાના મોતિસર ગામે રહેતા સાસરિયાં સામે મહિલા પોલીસમાં ત્રાસ ગુજારયાની ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ શક્તિ,સાસુ દયાબેન,સસરા મનસુખ બચુભાઈ ધીનૈયા અને દિયર જગદીશ (રહે. મોતિસર,તા.ગીર ગઢડા)સામે ગુનો નોંધી વધુ કાયેવાહી હાથધરી છે. જેમાં તેના પતિ ” તે જ મારી બહેનનાં તારા ભાઈ સાથે લવ મેરેજ કરાવ્યા” તેમ કહી ત્રાસ ગુજરી મેળા ટોળા મારતા હતા.

વિગતો મુજબ પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે , 2015 માં તેના લગ્ન થયા હતા અને એક સપ્તાહ ગામડે રહ્યા બાદ નંદનવન સોસયટીમાં ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા.લગ્નના ત્રણ વર્ષ સુધી ઘરસંસાર સારી રીતે માં ચાલ્યો હતો. તેના નાના ભાઈ અને નણંદ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેની જાણ પતિ અને સાસરીયાઓને થતા તેને જવાબદાર ઠેરવી, મેણાટોણા મારી, હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.પતિએ માવતર સાથે કોઈપણ સંબંધ ન રાખવા દબાણ શરૂ કર્યું હતું. માવતરે આંટો મારવા જવા કે ફોન પર પણ પ્રતિબંધ મુકી દીધો હતો. તેની નણંદને પણ ઘરની બહાર નિકળવા દેતા નહી. એટલુ જ નહી તેની સાથે મારકુટ પણ કરતા હતા.નણંદ તેના ભાઈ સાથે લગ્ન કરવા માંગતી હતી. આ વાત તેણે કહેતા પતિ તેને માવતરે મુકી ગયો હતો. ત્યારબાદ ઘરમેળે સમાધાન થતા તેડી ગયો હતો. આ પછી તેના ભાઈ અને નણંદે ભાગીને લગ્ન કરી લીધા હતા.

જેનો ખાર ” તે જ મારી બહેનનાં તારા ભાઈ સાથે લવ મેરેજ કરાવ્યા”તેમ કહી ત્રાસ ગુજારતા હતા.બાદ જર્મની રહેતો તેનો દીયર પણ રાજકોટ આવ્યો હતો. દીયરે ઘરે આવી તેને ખરાબ શબ્દો કહી ઝઘડો કર્યો હતો. અને બાદ પતિ તરછોડી ગયો હતો પતિને તેડી જવા માટે ફોન કરતા ઓળખવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. સસરા પણ સરખો જવાબ દેતા ન હતા. સમાધાન કરી તેને તેડી જવા માટે કાંઈ નહી કરતા અરજી કર્યા બાદ અંતે તેને મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.