રાજકોટ હેડ પોસ્ટ ઓફિસે 21મીએ ટિકિટ સંગ્રાહકો માટે ઉત્સવ : જાણો વિગત…

21 મી જૂન – 2021 ના દિવસે ભારતીય ટપાલ વિભાગ દ્વારા વિશ્વ યોગ દિવસના ઉદ્દેશ સાથે એક વિશેષ રદ્દ સ્ટેમ્પને સમગ્ર ભારતની પ્રજા સમક્ષ અવગત કરાવવા જઈ રહયું છે. આ વિશેષ રદ્દ સ્ટેમ્પ આગામી તા. 21 મી જૂન – 2021 ના રોજ એક દિવસ માટે જ રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ ખાતે સવારના 10-00 થી સાંજના 6-00 વાગ્યા દરમિયાન ઉપલબ્ધ રહેશે.

હેડ પોસ્ટ ઓફિસ ખાતે 21મીએ વિશેષ રદ સ્ટેમ્પ ઉપલબ્ધ

વિશ્વ યોગ દિવસના ઉદ્દેશ્ય સાથે

ભારતીય ટપાલ વિભાગ ફિલાટેલિક પ્રવૃત્તિ તરીકે 810 હેડ પોસ્ટ ઓફિસના વિશેષ રદ સ્ટેમ્પ રજૂ કરશે

આ અનોખી પહેલ 2021 ના વર્ષના 7 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત ભારતીય ટપાલ વિભાગ તેની વિશેષ રદ્દ સ્ટેમ્પ ભારતની 810 હેડ પોસ્ટ ઓફિસો દ્વારા સમગ્ર ભારતમાં રજુ કરવા જઈ રહયું છે. આ ઉજવણી અત્યાર સુધીની સૌથી મોટી ફિલાટેનિક ઉજવણીઓમાની એક ઉજવણી બની રહેશે.

21 મી જૂન – 2021 ના રોજ ભારતની તમામ હેડ પોસ્ટ ઓફિસોમાં એ દિવસે બુકિંગ થયેલ તમામ ટપાલોમાં આ વિશેષ રદ્દ સ્ટેમ્પની છાપ લગાવાશે. આ વિશેષ રદ્દ સ્ટેમ્પની આકૃતિમાં હિન્દી અને ઈંગ્લીશ  એમ બન્ને ભાષામાં લખાયેલા ગ્રાફિક સાથે રજુ થશે. આવા રદ્દ થયેલા સ્ટેમ્પ સંગ્રહ યોગ્ય હોય છે અને ફિલાટેલિક વિષયના અભ્યાસ અર્થે પણ ખૂબ ઉપયોગી છે. ફિલાટેલીક બ્યૂરો અને હેડ પોસ્ટ ઓફિસમાંથી અથવા તો ફિલાટેલીક ડિપોઝીટ ખાતા દ્વારા સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે. આવા વિશેષ સ્ટેમ્પ અને કવર ખૂબ જ મર્યાદિત માત્રામાં છાપવામાં આવે છે.

સ્ટેમ્પના સંગ્રહના શોખ- કલાને પુન:જીવીત કરવા માટે ભારતીય ટપાલ વિભાગ આ વિશેષ રદ્દ સ્ટેમ્પ રજુ કરવા જઈ રહયું છે. કોઈપણ વ્યક્તિ રૂપિયા 200/- ભરીને દેશની કોઈપણ હેડ પોસ્ટ ઓફિસમાં ફિલાટેલીક ડિપોઝીટ ખાતુ સરળતાથી ખોલી શકે છે, અને તેના દ્વારા વિવિધ પ્રકારના વિશેષ સ્ટેમ્પ અને કવર સરળતાથી મેળવી શકે છે.