Abtak Media Google News

આજે શ્રીનાથજીના આઠ સમાના દર્શન

સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  સતત છઠ્ઠા  વર્ષે પણ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંપરાગત રીતે રોજ સવારે 8.30 અને સાજે 7.45 એ રાજકોટના શ્રેષ્ઠીઓ અધિકારીઓ મિત્રો દ્વારા મહાઆરતી કરવામાં આવે છે.

રોજબરોજ અવનવી થીમ સાથે સુંદર લાઈટીંગના સથવારે અલૌકિક દર્શન સર્વેશ્ર્વર ચોક, યાજ્ઞીક રોડના પંડાલમાં થાય તેવો પ્રયાસ છે. સાથોસાથ સામાજીક તેમજ  સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવેલ છે.સાથોસાથ રાજકોટની સ્કુલના બાળકોને  પણ દર્શન આરતીનો લાભ મળી રહે તે માટે  સવારે તેમને આમંત્રીત કરવામાં આવે છે.  75-55ના વિશાળ ડોમમાં સુંદર સજાવટ સાથે અલગ અલગ થીમ પણ રાજકોટના તમામ નગરજનોનેદુર્લભ કહી શકાય તેવા અલૌકિક દર્શન કરાવવામાં આવે છે. તેમની સાથોસાથ પંડાલમાં 13 ફૂટ ઉંચી મહાદેવની મૂર્તિએ પણ ખૂબજ આકર્ષણ જમાવ્યું છે.

આજે મહાઆરતીમાં ડી.સી.પી. ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહેલ, જાણીતા બીલ્ડર્સ હિતેશભાઈ બગડાઈ, હર્ષદભાઈ માલાણી તેમજ કશ્યપભાઈ શુકલ, એચ.પી.ગઢવી પરિવાર સાથે આરતીનો લાભ લઈ ભાવ વિભોર થયા હતા. આ ગણપતિ મહોત્સવને સફળ બનાવવા માટે પ્રમુખ કેતનભાઈ શાપરીયા, જતીનભાઈ માનસતા, અલાઉદીનભાઈ કારીયાણી, હિતેષભાઈ મહેતા, વિપુલ ગોહેલ, બ્રીજેશભાઈ નંદાણી, અતુલભાઈ કોઠારી, મુકેશભાઈ વાઘેલા, શૈલેન્દ્રસિંંહ, અશોકભાઈ સામાણી, ભરતભાઈ બોદર, દિપકભાઈ સાપરીયા, ઉપેન્દ્રસિંહ, સુધીરસિંહ જાડેજા, પુષ્પરાજભાઈ અનીલભાઈ જોશી,  રાજુભાઈ જાની, અમીત ચાવડા, ગુલાબસિંહ જાડેજા, રાજુ કીકાણી સાથે તમામ ટ્રસ્ટી કમીટી મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.