Abtak Media Google News

મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ આજે  સિવિલ હોસ્પિટલ ટ્રાએંગલ બ્રિજ, ભગવતીપરામાં બની રહેલ હાયર સેક્ધડરી સ્કૂલ અને વોર્ડ નં. 4માં 12મી. રોડ પર બ્રિજ બનાવવાના કામ અનુસંધાને સ્થળ મુલાકાત કરી હતી.સિવિલ હોસ્પિટલ ચોક ખાતે રૂ. 109 કરોડનાં ખર્ચે બની રહેલ ટ્રાએંગલ બ્રિજની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે જેમાં ફાઈનલ ફીનીશીંગની કામગીરી ચાલી રહી છે.

સિવિલ ચોક બ્રિજ, ભગવતીપરામાં  સ્કૂલની સ્થળ મુલાકાત લેતાં મ્યુનિ. કમિશનર અમિત અરોરા

Img 20220908 Wa0006

ભગવતીપરા વિસ્તારમાં હાયર સેક્ધડરી સ્કૂલ બીલ્ડીંગ 29000ચો.મી. નાં પ્લોટ એરિયામાં રમત ગમતના મેદાન સાથે 3160 ચો.મી. બિલ્ડિંગ એરિયામાં કુલ 2520 ચો.મી.નાં બાંધકામમાં 50 રૂમ તથા કેન્ટીન,બેડમિન્ટન કોર્ટ,વગેરે નું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જેનો ખર્ચ આશરે 1900.00 લાખ થવા જાય છે. આ વિસ્તારનાં આશરે 2000 વિધાર્થીઑને ઉચ્ચ શિક્ષણનો લાભ મળશે. આ બિલ્ડિંગમાં નીચેની વિગતોની સુવિધા આપવામાં આવેલ છે.

Img 20220908 Wa0005

વોર્ડ નં. 4માં ટી.પી.-31માં 12મી. રોડ પર બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું જે અંદાજિત રૂ. 1.82 કરોડના ખર્ચે બની રહેલ છે. બ્રિજની લંબાઈ 60 મી. અને પહોળાઈ 12 મી. રહેશે. આ બ્રિજ રાજલક્ષ્મી સોસાયટીમાં આવેલ વોંકળા પર બનાવવામાં આવશે. આ બ્રિજ બનવાથી રાજલક્ષ્મી સોસાયટી, ઓમ પાર્ક, ભગવતી પરા વિસ્તાર, અયોધ્યા પાર્ક, વેલનાથ પરા, રાધિકા પાર્ક, આર.ડી. રેસિડેન્સી, સોહમનગર, સિધ્ધી વિનાયક વિગેરે 10000 થી વધુ રહેવાસીઓને લાભ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.