રાજકોટ: હોટેલ, હોસ્પિટલ અને રેસ્ટોરન્ટ રોગચાળાનું ઘર: 34ને મચ્છરોની ઉત્પતિ સબબ નોટિસ

અલગ-અલગ 81 સ્થળોએ મચ્છરની ઉત્પતિ સબબ ચેકીંગ: રૂ.42 હજારનો દંડ વસૂલાયો

શહેરમાં ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચિકનગુનિયા સહિતના રોગચાળાએ માજા મૂકી છે ત્યારે મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં અલગ-અલગ 81 સ્થળોએ મચ્છરની ઉત્પતિ સબબ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. નામી હોટેલ, હોસ્પિટલ અને રેસ્ટોરન્ટમાં મચ્છરોનો ઉપદ્રવ જણાતા 34 આસામીઓને નોટિસ ફટકારી રૂ.42 હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મચ્છરોની ઉત્પતિ સબબ 81 સ્થળે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. નીલકંઠ રેસ્ટોરન્ટ, એબીસી પ્લે હાઉસ, જય સરદાર રેસ્ટોરન્ટ, હિલ વેલ હોસ્પિટલ, બાન લેબ, એન્જલ મદ્રાસ કાફે, મંગલમ હોસ્પિટલ, અંજલી રેસ્ટોરન્ટ, સૌમ્ય હોસ્પિટલ, કર્ણાટક બેંક, રાધે હોસ્પિટલ, સુપ્રિમ શો-રૂમ, વેસ્ટ ગેઇટ પ્લસ, ડોમોનોઝ પીઝા અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સહિત કુલ 34 સ્થળોએથી મચ્છરની ઉત્પતિ મળી આવતા તમામને નોટિસ ફટકારી રૂ.42 હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.