રાજકોટ: નાણાવટી ચોકમાં ‘ઢગા’એ પુત્રી જેવડી ઉંમરની તરૂણી સાથે કર્યા અડપલા

કરિયાણાની દુકાને ખરીદી કરવા જતી સગીરાને કેમ આવતી નથી કહી છેડછાડ કરી: પોલીસે કામાંધની કરી આકરી પૂછપરછ

નાણાવટી ચોકમાં આવેલા સદગુરૂ કોમ્પ્લેક્ષમાં પટેલ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનદારે પોતાની પુત્રી સમાન તરૂણીને અડપલા કરી બિભત્સ માગણી કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાતા યુનિર્વસિટી પોલીસે 50 વર્ષના ઢગાની નિર્લજ્જ હુમલાના ગુનામાં ધરપકડ કરી આકરી પૂછપરછ કરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાધુવાસવાણી રોડ પર આવેલા પાટીદાર ચોકમાં નંદવિલેજ ટાવરમાં રહેતા અને નાણાવટી ચોકમાં સદગુરૂ કોમ્પ્લેક્ષમાં પટેલ પ્રોવિઝન સ્ટોર ધરાવતા રીપલ મગનલાલ શોભાસણા નામના 50 વર્ષના પટેલ પ્રૌઢ સામે તરૂણીની છેડતી કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાતા પી.આઇ. એ.એસ.ચાવડા, પી.એસ.આઇ.બી.જી. ડાંગર, હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા અને યુવરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે રીપલ શોભાસણાની ધરપકડ કરી આકરી પૂછપરછ કરી છે.

સદગુરૂ કોમ્પ્લેક્ષ નજીક રહેતી તરૂણી ગઇકાલે સાંજે પટેલ પ્રોવિઝન સ્ટોરમાં ખીરૂ લેવા માટે ગઇ ત્યારે રીપલ પટેલે તરૂણીને કેમ અહીં બેસવા આવતી નથી કહી દુકાનમાં લાઇટ અને સીસીટીવી બંધ કરી છેડછાડ કરતા તરૂણી બુમાબુમ કરી કામાંધ રીપલ શોભાસણાના સકંજામાંથી છટકી પોતાના ઘરે જઇ પરિવારને રીપલ પટેલ દ્વારા કરાયેલી પજવણી અંગે જાણ કરી હતી.

તરૂણીના પરિવાર દ્વારા ડીસીપી મનોહરસિંહ જાડેજાને રજૂઆત કર્યા બાદ યુનિર્વસિટી પોલીસ મથકમાં નિર્લજ્જ હુમલા અંગેની ફરિયાદ નોંધાવી હતી. વિકૃત માનસના રીપલ શોભાસણાને એક પુત્રી અને એક પુત્ર છે જે પૈકી પુત્રીના તાજેતરમાં લગ્ન થયા હોવાનું જાણવા મળે છે. રીપલ પટેલે અન્ય સગીરાની પજવણી કરી છે કે કેમ તે અંગેની વિસ્તૃત વિગતો મેવવા પોલીસે પ્રોવિઝન સ્ટોરમાં લગાવેલા સીસીટીવી ફુટેજ મેળવી તપાસ હાથધરી છે.