Abtak Media Google News

રાજકોટ મેયર ડો. પ્રદીપ ડવ તથા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ એક સંયુકત યાીમાં જણાવે છે કે, ઘાત કોરોના લહેરના કારણે મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે. અવસાન થનાર પરિવારોની વેદના ઘ્યાનમાં રાખી અવસાન પામનાર વ્યકિતની અંતિમવિધી જડપી થાય તે માટે કોવિડ

સ્મશાનો નકકી કર્યા અને ખાટલાઓનો પણ વધારો કરવામાં આવેલ છે. તે રીતે હોમ આઇસોલેશન થયેલ કે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ દર્દીઓના અવસાન થતા દર્દીઓની અંતિમવિધિ સમયસર થઇ શકે તે માટે આજરોજ ન્યુ સ્વતંત્ર ભારત મજદુર યુનિયન સાથે ર4 કલાકના રૂ. 6000 લેખે હેલ્પર, ડ્રાઇવર સાથે પાંચ શબવાહીની શરુ કરવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા પાસે હાલ 18 શબવાહીની છે. તેમાં 13 શબવાહીની કોરોના માટે રીઝર્વ રાખેલ છે તે ઉપરાંત સાત એમ્બ્યુલન્સ કાર્યરત છે.

ન્યુ સ્વતંત્ર ભારત મજદુર યુનિયનના પ્રમુખની રાજનાથસિંહ રાજપૂત તથા મંત્રી લક્ષ્મણભાઇ ભરવાડ દ્વારા જણાવેલ છે કે કોર્પોરેશનને મેનપાવરની જરુરત પડશે તો તે પુરા પડવાની તૈયારી બતાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.