Abtak Media Google News

રેસકોર્ષ લવ ગાર્ડનમાં ફરવા આવતા પ્રેમી પંખીડાઓને પોલીસના સ્વાંગમાં પકડી ‘રોકડી’ કરતા નકલી પોલીસ મીડીયા કર્મચારીઓના ધ્યાને આવતા પકડી પ્ર.નગર પોલીસ હવાલે કર્યો છે.

ધરમ સિનેમા પાસે ધ્રોલ હાઉસ કવાર્ટરમાં રહેતા રક્ષિત મહેન્દ્રકુમાર લુણાગરીયા નામના 29 વર્ષના શખ્સ લવ ગાર્ડનમાં એક પ્રેમી યુગલને પકડી પોલીસ સ્ટેશન લઇ જવાના બહાને ધમકાવી રહ્યો હતો ત્યારે મીડીયા કર્મચારીઓએ તેને પકડી પોલીસ હવાલે કરતા અસલી પોલીસને જોઇ એક્ટિવા પર આવેલા નકલી પોલીસના હોશકોશ ઉડી ગયા હતા.

નકલી પોલીસ રક્ષિત લુણાગરીયા પાસેથી જી.જે.3કેએમ. 1191 નંબરનું એક્ટિવા કબ્જે કરી તેને અત્યાર સુધીમાં કેટલા પ્રેમી પંખીડા પાસેથી તોડ કર્યો તે અંગેની પૂછપરછ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.