રાજકોટ: વોક-વે ફૂટવેરમાં અવનવી ડિઝાઇનના ફૂટવેર ઉપલબ્ધ,70% ડિસ્કાઉન્ટનો લાભ મેળવવા લોકો ઉમટ્યાં

શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો તહેવારો આવે એટલે બજાર માર્કેટ શોરૂમમાં કપડાં, ફૂટવેર સહિતની વસ્તુઓમાં ઓફર ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય છે. ત્યારે રાજકોટમાં ક્રિસ્ટલ મોલમાં આવેલ વોક-વે ફૂટવેર શો-રૂમમાં છેલ્લાં પંદર દિવસથી ફૂટવેરની ખરીદી પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેમાં હાલ મેન્સ, ફિમેલ અને કિડ્સના ફૂટવેરમાં અવનવી ડિઝાઇના કલેક્શનમાં 70% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેનો લાભ બહોળી સંખ્યામાં રાજકોટીયન્સ લઇ રહ્યાં છે.

‘અબતક’ સાથેની વાતચિત દરમિયાન વોક-વે ફૂટવેર શોરૂમના મેનેજર એમ.આર. ચાવડાએ જણાવ્યું હતું કે હાલ અમારા શોરૂમમાં અવનવા ફૂટવેર કલેક્શનમાં 70% સુધીનું ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે અને લોકો ખરીદી કરી રહ્યાં છે. અમારી પાસે ફૂટવેરમાં વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. સાથોસાથ અવનવી ડિઝાઇનના ફૂટવેર જેમાં મેન્સ, ફિમેલ, અને કિડ્સ સૌને પસંદ પડે તેવા અને સાથોસાથ 70% ડિસ્કાઉન્ટ સાથે આપવામાં આવે છે. અમારે ત્યાં ફૂટવેર સાથે બેગ, બેલ્ટ, પર્સ સહિતની એસેસરીઝ પણ ઉપલબ્ધ છે.

‘અબતક’ સાથેની વાતચિત દરમિયાન ગ્રાહક અસ્મિતાબેન પટેલએ જણાવ્યું હતું કે હું છેલ્લાં ઘણા સમયથી વોક-વેમાંથી જ ફૂટવેરની શોપિંગ કરું છું. મને અહીંયાનું કલેક્શન, ડિઝાઇન ખૂબ જ પસંદ આવે છે. ક્ધર્ફટેબલ લાગે છે અને ટકાઉ હોય છે. જ્યારે-જ્યારે સેલ કે ડિસ્કાઉન્ટ હોય તો અચૂક મુલાકાત લઇ મારા અને મારા પરિવાર માટે શોપિંગ કરૂં છુ. અહિંયાના સ્ટાફ દ્વારા અમને ખૂબ જ સારો પ્રતિસાદ આપવામાં આવે છે. સારી સર્વિસ આપે તેથી વારંવાર આવવાનું મન થાય અને બીજાને પણ ફૂટવેર લેવા આવવા જણાવીએ છીએ.