Abtak Media Google News

કેમ્પમાં 81 દર્દીએ લાભ લીધો

સાંસ્કૃતિક, સામાજિક અને તબીબી ક્ષેત્રમાં અગ્રેસર રહેનાર સરગમ ક્લબ શહેરમાં જયપુર ફૂટ કેમ્પના રૂપમાં વધુ એક સેવાકેન્દ્ર ચલાવી રહેલ છે. સરગમ ક્લબ અને કમાણી ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે તા.1/11 થી 3/11 સુધી આ જયપુર કેમ્પ યોજાયેલ. આ કેમ્પમાં કુલ 81 દર્દીએ લાભ લીધેલ. જેમાં કેલીપર્સ નાં દર્દી -17 અને લેગ (પગ)ના 34, રીપેરીંગ 30 દર્દીઓએ વિના મુલ્યે લાભ લીધેલ હતો.

સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર, આ કેમ્પમાં જરૂરતમંદોને વિનામૂલ્યે કૃત્રિમ પગ બેસાડવામાં આવે છે. સાથોસાથ કેલીપર્સ અને ઘોડી વગેરે વિનામૂલ્યે આપવામાં આવેલ છે.

Img 20221108 Wa0001

જયપુર ફૂટ કેમ્પમાં બેંગલોરથી કમાણી ફાઉન્ડેશન ટ્રસ્ટના દેવેન્દ્રભાઈ દવેએ ખાસ હાજરી આપેલ હતી. આ કેમ્પની સફળતા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તથા કમાણી ફાઉન્ડેશનનાં સહયોગ થી અને તેના માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઈ પટેલ અને આ કેમ્પમાં કમાણી ફાઉન્ડેશનના દીપકભાઈ કમાણી તેમજ રશ્મીભાઈ કમાણીનો સહયોગ મળેલ છે. આ કેમ્પને સફળ બનાવવા માટે કમાણી ફાઉન્ડેશનના મનીષભાઈ મારું, કિશોરભાઈ પરમાર, જે કે સરાઠે, પ્રફૂલભાઈ મીરાણી, અનવર ઠેબા, કનૈયાલાલ ગજેરા તેમજ સરગમ કલબના કમિટી મેમ્બર તેમજ સરગમ લેડીઝ-કમિટી મેમ્બરો, કૈલાશબેન વાળા, જયશ્રીબેન વ્યાસ, અલ્કાબેન કામદાર, સુધાબેન દોશી, અનેમિતલબેન ચગ, હર્ષાબેન પીઠડિયા, ચેતનાબેન સવજાણી, અનુશ્રીબેન ગુજરાતી વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં રાજસ્થાનનાં ડોક્ટરો જગનલાલ ચોધરી, હેમંત શર્મા, તુફાનસિંહ તોમર, રામપ્રસાદ મેઘવાલ વગેરે સેવા આપેલ. આવનારા તમામ દર્દીઓને વિનામુલ્યે ચા-પાણી આપવામાં આવેલ. આગામી કેમ્પ તા. 01/12/22નાં રોજ 3 દિવસ માટે યોજાશે. તેમ ગુણવંતભાઇ ડેલાવાળા પ્રમુખ સરગમ ક્લબે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.