રાજકોટ: જતિન સોનીને ક્લિનચીટ- કોન્ટ્રાકટર બ્લેક લીસ્ટ, 1 લાખનો દંડ ફટકારાયો

માટીકાંડ મુદે રજિસ્ટ્રાર જતિન સોની સહિતના જવાબદાર સામે પગલા ભરવા કોંગ્રેસની માંગ

હવે યુનિવર્સિટીમાં કોન્ટ્રાકટ બેઈઝ અધ્યાપકોની ભરતી યુજીસીના નવા નિયમો મુજબ કરાશે: 25,000ને બદલે 40,000

રાજકોટમાં આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સિન્ડીકેટની બેઠક યોજાઈ હતી. જેમાં બહુચર્ચીત માટી કૌભાંડમાં તપાસ સમીતી તરફથી અને સિન્ડીકેટમાં તપાસ સમીતીએ રિપોર્ટ સુપ્રત ર્ક્યા બાત સમીતીએ જતિન સોનીને ક્લીનચીટ આપવામાં આવી છે અને દોષનો ટોપલો કોન્ટ્રાકટર પર ઢોળી દેવામાં આવ્યો છે. કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટ જાહેર કરી અને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

જો કે, બીજીબાજુ તપાસ સમીતીએ બે રિપોર્ટ સોંપ્યા જેમાં 1 રીપોર્ટ કોંગ્રેસના અગ્રણી હરદેવસિંહ જાડેજા અને બીજો રિપોર્ટ અન્ય તપાસ સમીતીએ સોંપ્યો હતો. જો કે, સમગ્ર માટીકામ મુદ્દે રજિસ્ટાર જતિન સોની સહિતના જવાબદાર સામે પગલા ભરવા કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી છે. સિન્ડીકેટની બેઠકમાં અંતે નિર્ણય આવી જ ગયો છે અને સમગ્ર માટી કાંડ મુદ્દે રાજનીતિ થઈ હોય તેવું લાગી રહ્યું છે.માટીકાંડ કૌભાંડ સીવાયના પણ અનેક મુદ્દાઓ માટે સિન્ડીકેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

જેમાં ખાસ કોન્ટ્રાકટ બેઈઝ અધ્યાપકોની ભરતી બાબતે પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવે પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે કોન્ટ્રાકટ બેઈઝ ભરતી થશે તે નવા યુજીસીના ધારાધોરણ મુજબ કરવામાં આવશે અને અધ્યાપકોને 25,000 ને બદલે 40,000 રૂપિયા આપવામાં આવશે.  આ ઉપરાંત અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોઈપણ કર્મચારી કે જેઓ ભવનમાં અભ્યાસ કરતા હોય તેઓને ટયુશન ફીમાંથી મુક્તી આપી દેવામાં આવી છે.

ઓમ, શિપ્રા અને શાંતિ નિકેતન કોલેજને બીજા સત્રથી સ્થળ ફેરફારની મંજૂરી

સામાકાંઠે ઓમ કોલેજને મંજૂરી મળતા વિદ્યાર્થીઓની સમસ્યા દૂર થશે

છેલ્લી બે સિન્ડીકેટથી ઓમ, શિપ્રા અને શાંતિ નિકેતન કોલેજો સ્થળ ફેરફાર માટે મંજૂરી માંગી હતી. જો કે, આ સિન્ડીકેટમાં બીજા સત્રથી ત્રણેય કોલેજના સ્થળ ફેરફાર માટેની અરજી મંજૂર કરવામાં આવી છે. જો કે, ઓમ કોલેજ કે જે હવે બીજા સત્રથી સામાકાંઠાએ સ્થાયી થશે. અત્યાર સુધી રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં એકપણ કોલેજ ન હોય વિદ્યાર્થીને ભણવા માટે દૂર સુધી આવવું પડતું હતું. જો કે હવે ઓમ કોલેજને સ્થળ ફેરફારની મંજૂરી મળતા બીજા સત્રથી કોલેજ સામાકાંઠે ખસેડાઈ જશે અને વિદ્યાર્થીઓને બીસીએ અને પીજીડીસીએ જેવા કોર્ષ માટે દૂરની કોલેજ સુધી ધક્કા નહીં ખાવા