Abtak Media Google News

કામદાર હોસ્પિટલમાં સરકાર દ્વારા નિયત દરોએ સારવાર આપવાની વ્યવસ્થા કરાઈ: દર્દીઓએ લાભ લેવા અનુરોધ 

નોવેલ કોરોના વાયરસ કોવિડ-19 હવે વિશ્ર્વ મહામારી તરીકે હાહાકાર મચાવી રહી છે ત્યારે કટોકટીના આ સમયમાં રોગચાળાને અટકાવવા માટે વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે જિલ્લા વહિવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવતી યુદ્ધના ધોરણ જેવી કામગીરીમાં રાજકોટ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ કાલાવડ રોડ ખાતે કામદાર હોમિયોપેથિક મેડિકલ કોલેજ રીસર્ચ સેન્ટર કામદાર હોસ્પિટલ, હરીપર (પાળ), દિલ્હી 5બ્લીક સ્કુલની સામે કામદાર હોસ્પિટલમાં કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. ખાનગી કોવિડ કેર સેન્ટર ખાતે કોવિડના લક્ષણો ધરાવતા દર્દીઓ માટે સારવાર કરવામાં આવશે. કામદાર હોસ્પિટલને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોવિડ કેર સેન્ટર સીસીસી તરીકે ફરજ બજાવવાની મંજુરી આપવામાં આવી છે. ખાનગી કોવિડ કેર સેન્ટર તરીકે કાર્યરત કામદાર હોસ્પિટલનું કોવિડ સેન્ટરમાં સરકાર દ્વારા નિયત કરેલા દરોએ સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કામદાર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં દાખલ કે સારવાર માટે ડો.પ્રિયેશ જૈન મો.88493 94138 અને 93750 07440નો સંપર્ક કરવા જણાવાયું છે.

ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા કોરોના પોઝીટીવ દર્દીની સારવાર માટે કામદાર હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ રીસર્ચ સેન્ટર કામદાર હોસ્પિટલના આ કોવિડ સેન્ટરનો જરૂરીયાતમંદ કોરોના દર્દીઓએ સરકારના નિયત દરે સારવાર લેવા અખબારી યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.