રાજકોટ: યુવા ભાજપની ટીમ જાહેર કરતા કમલેશ મિરાણી

ચાર ઉપપ્રમુખ, પાંચ મંત્રી, કોષાધ્યક્ષ, કાર્યાલય મંત્રી અને વિવિધ સેલના કન્વિનરોના નામ જાહેર કરાયા

પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલજી અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ વિનોદભાઇ ચાવડા, રાજકોટ મહાનગરના પ્રભારી ઝવેરીભાઇ ઠકરાર અને પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઇ કોરાટ સાથે સંકલન અને વિચાર-વિમર્શ કરી રાજકોટ મહાનગર શહેર ભાજપ યુવા મોરચાના હોદ્ેદારોની વરણી જાહેર કરવામાં આવેલ છે.

આ તકે કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે જનસંઘના સ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીએ આપેલા મંત્ર અનુસાર જ્યાં માનવી ત્યાં સુવિધા અને અંત્યોદયની ભાવના સાથે છેવાડાના માનવીનો વિકાસ થાય તે અનુસાર આજે ભાજપ સરકાર અનેકવિધ યોજનાઓ દ્વારા લોકોને સુખાકારી આપી રહી છે ત્યારે જનસંઘ કે ભાજપના સ્થાપનાના પાયામાં રાષ્ટ્રવાદની વિચારધારા, લોકકલ્યાણકારી યોજનાઓની સાથોસાથ દેશનું ગૌરવ વધે, દેશનું સ્વાભિમાન વધે તે વાત પાર્ટીીના પ્રત્યેક  કાર્યકર્તાના દિલમાં પડેલી છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે સતાએ સેવાનું માધ્યમ રહી છે.

ઉપપ્રમુખ તરીકે પૂર્વેશ ભટ્ટ, જયકિશન ઝાલા અને પ્રવિણ સેગલીયા, જયપાલ ચાવડા, મહામંત્રી તરીકે કુલદિપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયા, મંત્રી તરીકે પાર્થરાજ ચૌહાણ, સંજય વચકાણી, કેયુર અનડકટ, કરણ સોરઠીયા અને સહદેવ ડોડીયા, કોષાધ્યક્ષ તરીકે ગૌરવ મહેતા, કાર્યાલય મંત્રી તરીકે સુનિલ ગોહેલ, યુથ ડેવલોપમેન્ટમાં નિરવ રાયચુરા, પોલીસી એન્ડ રિસર્ચમાં અંકિત કુવાડીયા, મીડીયામાં નીલ પટેલ અને સોશિયલ મીડીયાના ક્ધવીનર તરીકે ધ્રુવ કાલરીયાની નિમણૂંક કરવામાં આવી છે.

આ તકે શહેર ભાજપ યુવા મોરચાના આ નવનિયુક્ત હોદ્ેદારોને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજ્યના મંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, મેયર ડો.પ્રદિપ ડવ, ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, સુરેન્દ્રનગર જિલ્લા સંગઠનના પ્રભારી નિતીન ભારદ્વાજ, ભાવનગર શહેર સંગઠનના પ્રભારી કશ્યપ શુક્લ, રાજકોટ જિલ્લા સંગઠનના પ્રભારી રક્ષાબેન બોળીયા, મહિલા મોરચાના અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહિતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવી હતી.