Abtak Media Google News

ચિકિત્સા સેલના સંયોજક તરીકે ડો.ચેતન લાલસેતા તથા સફાઈ કામદાર સેલના સંયોજક તરીકે અજય વાઘેલાની નિયુક્તિ

પ્રદેશ ભાજપની સુચના અનુસાર ભાજપ દ્વારા તમામ મહાનગર-જિલ્લામાં વિવિધ સેલની રચના કરવામાં આવેલ છે તે અંતર્ગત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી દ્વારા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોન ઈન્ચાર્જ વિનોદભાઈ ચાવડા, રાજકોટ મહાનગરના પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર તેમજ પ્રદેશ ડોકટર સેલના સંયોજક ડો.અતુલભાઈ પંડ્યા સાથે સંકલન અને વિચાર-વિમર્શ કરી શહેર ભાજપ ચિકિત્સા સેલ અને સફાઈ કામદાર સેલની રચના કરવામાં આવી છે.

ત્યારે શહેર ભાજપ ચિકિત્સા સેલ અને સફાઈ કામદાર સેલની આ નવનિયુક્ત ટીમને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા, સૌરાષ્ટ્ર ઝોનના ડોકટર સેલના સંયોજક ડો.અમીતભાઈ હપાણી સહિતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી.

શહેર ભાજપ ચિકિત્સા સેલમાં સંયોજક ડો.ચેતન લાલસેતા, સહ સંયોજક ડો.નરેન્દ્ર વીસાણી, કારોબારી સભ્યોમાં ડો.અરવિંદ ભટ્ટ, ડો.દેવેશ જોષી, ડો.મનોજ ઠેસીયા, ડો.મનહર કોરવાડીયા, ડો.મોહીત પાંભર, ડો.રાજેશ પટેલ તેમજ ડો.કિશોર દેવળીયા જ્યારે શહેર ભાજપ સફાઈ કામદાર સેલમાં સંયોજક અજયભાઈ વાઘેલા, સહ સંયોજક જયેશભાઈ ઘાવરી, કારોબારી સભ્યોમાં ગીરધરભાઈ વાઘેલા, ગૌતમભાઈ ચૌહાણ, પ્રવિણભાઈ સોઢા, હરેશભાઈ પરમાર, દિલીપભાઈ વાઘેલા, અશોકભાઈ બાબરીયા અને જીતેન્દ્રભાઈ વાઘેલાની નિયુક્તિ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.