Abtak Media Google News

હેર કટીંગ, લાઇટ મેકઅપ, સ્કીન કેર, રાખી, મહેંદી, ગરબા ડેકોરેશન અને નેઇલ આર્ટ જેવા વિવિધ વિષયોનું કલા કૌશલ્યની સ્પર્ધા યોજાશે

કણસાગરા મહિલા કોલેજ આર્ટ ક્લબ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે કલા કૌશલ્યની છાત્રો માટે હરિફાઇ યોજવામાં આવી છે. જેમાં હેર સ્ટાઇલ, રંગોળી, રાખી, મહેંદી, સાડી, ગરબા ડેકોરેશન, પુજા થાળી, ફ્રૂટ-વેજીટેબલ ડેકોરેશન અને નેઇલ આર્ટ જેવા વિષયોને આવરી લઇને છાત્રો માટે વિવિધ સ્પર્ધા-સેમિનારનું આયોજન કરેલ છે. જેમાં 1200થી વધુ છાત્રો ભાગ લઇ રહ્યા છે.

આજથી શરૂ થયેલ કલા કૌશલ્ય કોમ્પિટીશનમાં પ્રથમ દિવસે હેર કેર, હેર કટીંગ અને હેર ગ્રુમિંગ જેવા વિષયોની સ્પર્ધા યોજવામાં આવી હતી. તા.25 થી 4 ઓગસ્ટ સુધી યોજાનારા આ કાર્યક્રમમાં છેલ્લા દિવસે વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવશે. બધી સ્પર્ધા કોલેજના બાપુજી હોલ-2માં સવારે 8:30 થી 12:30 સુધી યોજાનાર છે.

સમગ્ર આયોજનમાં કોલેજના પ્રિન્સીપાલના માર્ગદર્શન તળે કો-ઓર્ડિનેટર ડો.યશવંત ગૌસ્વામી તથા તેમની વર્કીંગ ટીમ આયોજન સંભાળી રહ્યા છે.

આવતીકાલે લાઇટ મેકઅપ સેમીનાર, 27મીએ સ્કીન કેર અવેરનેશ, 28મીએ હેર સ્ટાઇલ, રંગોળી, 29મીએ રાખી, મહેંદી, 30મીએ સાડી સ્પર્ધા, 1લી ઓગસ્ટે ગરબા ડેકોરેશન અને પુજા થાળી ડેકોરેશન, તા.2 એ ફ્રૂટ ડેકોરેશન, 3જીએ નેઇલ આર્ટ સેમીનાર યોજાશે. ગુરૂવાર તા.4 ઓગસ્ટે વિનર સેરેમની સવારે 9:30 થી 12:00 સુધી યોજાશે. આ બધી 10 સ્પર્ધા સેમીનારનો સમય સવારે 8:30 થી 12:00નો રહેશે.

કણસાગરા મહિલા કોલેજ આયોજીત આર્ટ ક્લબ પ્રસ્તૃત કલા કૌશલ્ય સ્પર્ધા માટે ડો.યશવંત ગૌસ્વામી, ડો.વાય.જે.ઓઝા, ડો.આર.સી.ગાવીત, ડો.કલ્પેશ ચૌહાણ, પ્રોફે.મયુરી ત્રિવેદી, પ્રો.નેહા ચૌહાણ, પ્રો.વિધી સેતા, પ્રો.સ્મૃતિ થોભાણી અને પ્રો.શ્રૃતિ નિર્મળ આયોજન સંભાળી રહ્યા છે.

દરેક સ્પર્ધામાં ત્રણ વિજેતાને ઇનામ અને બે પ્રોત્સાહન ઇનામમાં બે હજારના ગીફ્ટ વાઉચર સાથે શિલ્ડ અને સર્ટીફિકેટ અપાશે. સમગ્ર આયોજનમાં એટ્રેક્શન એકેડમી અને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ સ્પોન્સર તરીકે સેવા આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.