Abtak Media Google News

ફીશીંગ માટે પેટ્રોલનો વપરાશ કરતા બોટધારક માછીમારોને પણ સહાય મળશે :  ટૂ સ્ટ્રોક, ફોર સ્ટ્રોક આઇ.બી.એમ.,આઉટ બોર્ડ મશીનની ખરીદી ઉપર સહાય અપાશે

રાજય સરકારે નાના માછીમારોને દિવાળીની ભેટ આપી છે જેમાં આઉટ બોર્ડ મશીન બોટધારક માછીમારોને કેરોસીન સહાય યોજના હેઠળ રાજય સરકાર દ્વારા પ્રતિ લીટર રૂ.25/- લેખે પ્રતિ માસ મહત્તમ 150 લીટર તથા વાર્ષિક 1472 લીટર કેરોસીનના જથ્થાની મર્યાદામાં કેરોસીન સહાય આપવામાં આવતી હતી.તેમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. તદ્અનુસાર કેરોસીન સહાયની રકમ રૂ.રપ/- થી વધારી રૂ.50/-કરવામાં આવી છે.તથા વાર્ષિક મળવાપાત્ર કેરોસીનનો મહત્તમ જથ્થો 1472 લીટરથી વધારી 1500 લીટર કરવામાં આવ્યો છે.

આઉટ બોર્ડ મશીન જે સામાન્ય રીતે માછીમારો અગાઉ જ્યારે કેરોસીનના ભાવો પેટ્રોલની સરખામણીએ ઓછા હતા ત્યારે પેટ્રોલથી સ્પાર્ક કરી ઇંધણ તરીકે કેરોસીનનો વપરાશ કરીને ચલાવતા હતા.હાલમાં કેરોસીન અને પેટ્રોલના બજાર ભાવમાં ખાસ કોઇ તફાવત રહ્યો નથી. તેવા સંજોગોમાં આવી બોટધારક નાના માછીમારો પૈકી કેટલાક કેરોસીનના બદલે પેટ્રોલના વપરાશથી બોટ ચલાવે છે.જેથી આવા માછીમારોની લાગણી હતી કે ફીશીંગ માટે કેરોસીનના બદલે પેટ્રોલના વપરાશ માટે આઉટ બોર્ડ મશીન બોટધારક માછીમારોને કેરોસીનના સમાન ધોરણે પેટ્રોલ ખરીદી પર સહાય આપવામાં આવે આ સંદર્ભે રાજય સરકાર દ્વારા નાના માછીમારોને ફીશીંગ માટે કેરોસીનના બદલે પેટ્રોલનો વપરાશ કરતા આઉટ બોર્ડ મશીન બોટ ધારક માછીમારોને કેરોસીનના સમાન ધોરણે પેટ્રોલ ખરીદી પર સહાય ચુકવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત વર્ષ.2016.17 થી વર્ષ.2020.21 સુધી બાકી રહેલ નાના માછીમારો ટૂ સ્ટ્રોક /ફોર સ્ટ્રોક આઇ.બી.એમ./ઓ.બી.એમ. ની ખરીદી ઉપર સહાયની યોજના અન્વયે  કુલ- 1287 લાભાર્થીઓને રૂ.60,000/- લેખે બાકી રહેલ સહાય કુલ રૂ.7,72,20,000/-  રાજય સરકાર ધ્વારા મંજુર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત માછીમારોને ડીઝલ વેટ રાહત યોજના હેઠળ આપવામાં આવતા હોર્ષ પાવર દીઠ વાર્ષિક મહત્તમ ડીઝલના જથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે.જેમાં ચાર કેટેગરીમાં ક્રમશ: 5000 લીટર, 6000લીટર, 7000 લીટર તથા 8000 લીટર વધારો કરવામાં આવ્યો છે. પ્રથમ કેટેગરીમાં 1 થી 44 હોર્ષ પાવરની બોટોને 13,000 લીટરને સ્થાને 18,000, બીજી કેટેગરીમાં 45 થી 74 હોર્ષ પાવરની બોટોને 18,000 લીટરને સ્થાને 24,000,ત્રીજી કેટેગરીમાં 75 થી 100 હોર્ષ પાવરની બોટોને 23,000 લીટરને સ્થાને 30,000 અને ચોથી કેટેગરીમાં 101 અને તેથી ઉપરના હોર્ષ પાવરની બોટોને 26000 લીટરને સ્થાને 34000વાર્ષિક મહત્તમ ડીઝલના જથ્થાનો લાભ આપવામાં આવશે. આ નિર્ણયના કારણે આશરે 10,000 જેટલા માછીમારોને આર્થિક લાભ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.