Abtak Media Google News

રૂ.10ની ફ્રેશવેલ્યુ ધરાવતા ઈકિવટી શેર દીઠ રૂ.514થી રૂ. 541 નકકી કરાઈ

‘રુસ્તોમજી’ બ્રાન્ડ અંતર્ગત કામ કરતી અને માઇક્રો બજારોમાં અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સ પૈકીની એક (યુનિટની સંખ્યામાં વેચાણની દ્રષ્ટિએ) કીસ્ટોન રિયલ્ટર્સ લિમિટેડ (કંપની)નો આઇપીઓ 14 નવેમ્બર, 2022ના રોજ ખુલશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ  રૂ.514થી રૂ. 541 નક્કી થઈ છે. આ દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 10 છે. બિડ લઘુતમ 27 ઇક્વિટી શેર માટે અને પછી 27 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.

આઇપીઓમાં  રૂ. 5,600.00 મિલિયનના કુલ ફ્રેશ ઇશ્યૂ અને વિક્રેતા શેરધારકો દ્વારા રૂ. 750.00 મિલિયન સુધીના વેચાણ માટેની ઓફર સામેલ છે. વેચાણ માટેની ઓફરમાં રૂ. 375.00 મિલિયન સુધીની, પર્સી સોરાબજી ચૌધરી દ્વારા રૂ. 187.50 મિલિયન સુધીની અને ચંદ્રેશ દિનેશ મહેતા દ્વારા રૂ. 187.50 મિલિયન સુધીના ઇક્વિટી શેરનું વેચાણ સામેલ છે.

ઓફર સેબી આઇસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચીને એસસીઆરઆરના નિયમ 19(2)(બી)ની શરતોમાં રજૂ કરવામાં આવી છે. ઓફર સેબી આઇસીડીઆર નિયમનોના નિયમન 6(1)ની શરતોમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા થઈ છે, જેમાં ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂટશનલ બાયર્સ  ને ફાળવવામાં માટે ઉપલબ્ધ કરવામાં આવશે, જેમાં શરત એ છે કે, કંપની અને વિક્રેતા શેરધારકો  સાથે ચર્ચા કરીને વિવેકાધિન આધારે એન્કર રોકાણકારને QIB  હિસ્સાનો 60 ટકા સુધી હિસ્સો ફાળવી શકે છે (એન્કર રોકાણકાર હિસ્સો), જેમાંથી એક-તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે જ અનામત રહેશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર રોકાણકારોને ફાળવણી માટેની કિંમત  પર કે એનાથી વધારે કિંમતે માન્ય બિડ્સ મેળવવાને આધિન છે.

એન્કર રોકાણકાર હિસ્સાના અંડર-સબસ્ક્રિપ્શન કે બિન-ફાળવણીના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર QIB  હિસ્સા (એન્કર રોકાણકાર હિસ્સા સિવાય) (ચોખ્ખો QIB  હિસ્સો)માં ઉમેરવામાં આવશે. ઉપરાંત ચોખ્ખા QIB  હિસ્સાનો 5 ટકા હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સને જ ફાળવણી માટે સપ્રમાણ આધારે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ચોખ્ખા QIB  હિસ્સાનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ QIB  બિડર્સને સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે પ્રાઇસ પર માન્ય બિડ્સ મળવાને આધિન છે.

જોકે મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી કુલ માગ ચોખ્ખા QIB  હિસ્સાના 5 ટકાથી ઓછો રહેશે, તો મ્યુચ્યુઅલ ફંડ્સમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર QIB તને સપ્રાણ ફાળવણી માટે બાકીના ચોખ્ખા QIB  હિસ્સામાં ઉમેરવામાં આવશે.

વળી સેબી આઇસીડીઆર નિયમનો સાથે સુસંગત રીતે ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો બિનસંસ્થાગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને (તેમાં એક તૃતિયાંશ હિસ્સો રૂ. 200,000થી વધારે અને રૂ. 1 મિલિયન સુધીની બિડ્સ ધરાવતા બિડર્સ માટે તથા બે તૃતિયાંશ હિસ્સો રૂ.1 મિલિયનથી વધારે બિડ્સ ધરાવતા બિડર્સ માટે અનામત રાખવામાં આવશે) તથા ઓફરનો મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે પ્રાઇસ પર તેમની પાસેથી માન્ય બિડ્સ મળવાને આધિન છે. તમામ સંભવિત બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને તેમના સંબંધિત ASBA એકાઉન્ટ્સની વિગતો પ્રદાન કરીને એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (ASBA) અને યુપીઆઈ વ્યવસ્થાનો ઉપયોગ કરનાર યુપીઆઇ બિડર્સના કેસમાં યુપીઆઈ આઇડીનો ઉપયોગ કરવો ફરજિયાત છે, જે લાગુ પડે એ, જેના સંબંધમાં તેમની સંબંધિત બિડની રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંક્સ (જઈ જઇત) કે યુપીઆઈ વ્યવસ્થા અંતર્ગત સ્પોન્સર બેંક દ્વારા બિડની સંબંધિત રકમના પ્રમાણમાં બ્લોક થશે, જે લાગુ પડે એ. એન્કર રોકાણકારોને પ્રક્રિયા દ્વારા ઓફરમાં સહભાગી થવાની છૂટ નથી.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ દ્વારા ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઇ પર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.