Abtak Media Google News

મહામંત્રી તરીકે કુલદિપસિંહ જાડેજા અને હેમાંગ પીપળીયાની વરણી: નવનિયુક્ત હોદ્દેદારોને શુભકામના પાઠવતા ભાજપ અગ્રણીઓ

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી દ્વારા આજે યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રીના નામની ઘોષણા કરવામાં આવી છે. રાજકોટ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખનો તાજ કિશન ટીલવાના શીરે મુકવામાં આવ્યો છે. જ્યારે મહામંત્રી તરીકે હેમાંગ પીપળીયા અને કુલદિપસિંહ જાડેજાની નિમણૂંક કરવામાં આવી છે. યુવા મોરચાના નવા સુકાનીઓનું આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.

આ અંગે વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પ્રદેશ મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના ઈન્ચાર્જ વિનોદભાઈ ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ અને રાજકોટના પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર સાથે સંકલન કરી આજે યુવા મોરચાના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે.

જેમાં પ્રમુખ તરીકે કિશન ટીલવા અને મહામંત્રી તરીકે કુલદિપસિંહ જાડેજા અને હેમાંગ પીપળીયાની વરણી કરવામાં આવી છે.  આ તકે શહેર યુવા ભાજપના નવનિયુક્ત હોદેદારોને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રાજયના મંત્રી અરવીંદ રૈયાણી, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષ્ાીપંચ મોરચા પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર,  મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મહીલા મોરચા પ્રભારી  અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા, પૃથ્વીસિહ વાળા, હીરેન રાવલ સહીતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી.

શહેર ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત પદાધિકારીઓનું સન્માન કરાયું હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી,સાંસદ મોહનભાઈ કુંડારીયા, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, શહેર ભાજપ કોષાધ્યક્ષ્ા અનીલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, શિક્ષ્ાણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, નિતીન ભુત, પ્રવિણ ઠુંમર, યુવા ભાજપ અગ્રણીઓ પૃથ્વીસિહ વાળા, હીરેન રાવલ, કોર્પોરેટર કેતન પટેલ, પરેશ પીપળીયા (પી.પી.), સહીતનાએ શુભેચ્છા પાઠવેલ હતી. આ તકે યુવા મોરચાના પુર્વેશ ભટૃ, જયરાજસિંહ જાડેજા, ધર્મેશ ડોડીયા, ગૌરવ મહેતા, શૈલેષ હાપલીયા, જયપાલ ચાવડા, સતીષ ટોળીયા, મહેશ રાઠોડ, રૂપેશ ડોડીયા સહીતનાએ શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.