રાજકોટ: ચેક રિટર્ન કેસમાં લોન ધારકને એક વર્ષની સજા

0
18

મંડળીમાંથી લીધેલી લોનના હપ્તાનો ચેક પરત ફર્યો’ત 

ડળીમાંથી લોન લીધા બાદ તેની વસુલાત માટે આપેલો રૂ. 20,750/-ની કિંમતનો ચેક ચેક પરત ફરવાના કેસમાં સભાસદને કોર્ટે તકસીરવાન ઠરાવી 1 વર્ષની સાદી જેલની સજાનો હુકમ કર્યો છે. તેમજ ચેકની રકમ મુજબનું વળતર એક માસમાં ચુકવવું તથા વળતર ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સાદી કેદની સજા પણ આદેશ કર્યો છે.ફરીયાદની ટુંક વિગત એવી છે કે આ કામના ફરીયાદી અજયભાઇ ભરતભાઇ પરમાર (રહે. રાજકોટ) કે જેઓ મેનેજર દરજજે જાનકી શરાફી સહકારી મંડળી લી. રાજકોટ મુકામે ચલાવે છે. આ કામના આરોપી શહેનાઝબેન યાસીનભાઇ સૈયદ (રહે. રાજકોટ) એ મંડળી પાસેથી રૂ. 12,000/-ની જાત જામીનની લોન લીધી હતી. ત્યારબાદ આરોપીએ લેણી રકમના ચડત હપ્તા પેટે ફરીયાદી મંડળીને આરોપીએ બેંક ઓફ બરોડા, અજીત ઇન્ડ. એરીયા શાખા, રાજકોટના ચેક રૂ. 20,750/- પુરાનો ચેક આપ્યો હતો. જે ચેક એકાઉન્ટ કલોઝડના શેરા સાથે પરત ફરેલ હતો.

ત્યારબાદ આરોપીને ફરીયાદી મંડળીના એડવોકેટ મારફત લીગલ નોટીસ આપીને ચેક રીટર્નની જાણ કરતા આરોપીએ કોઇ જવાબ આપેલ નહીં કે હકારાત્મક અભીગમ દાખવેલ ન હોય. આથી ફરીયાદીએ તેમના એડવોકેટ મારફત રાજકોટના એડી. ચીફ જયુ. મેજી. કોર્ટ સમક્ષ ઉપરોકત ચેક રીટર્ન થયાની ફરીયાદ દાખલ કરેલ અને કોર્ટ આરોપી વિરૂદ્ધ સમન્સ ઇસ્યુ કરવાનો હુકમ કરેલ હતો. ત્યારબાદ સદરહું કેસ ચાલી જતા અદાલતે નેગો. ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 ના ગુના સબબ તકસીરવાન ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજા અને રૂ. 20,750/- ફરીયાદીને વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલ અને જો આરોપી વળતર ન ચુકવે તો વધુ છ માસની સાદી કેદની સજા કરવાનો હુકમ કરેલ એડી. ચીફ જયુ. કોર્ટએ ફરીયાદીની તરફેણમાં હુકમ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here