રાજકોટ: મુંજકા ગામમાં આવેલા સ્મશાનમાં માણસોના અભાવે તાળુ, જાણો કેવી છે સ્થિતિ

0
199

સ્મશાનમાં નોન કોવિડ બોડીની વ્યકિતઓ પોતાની જવાબદારીએ અગ્નિદાહ કરે છે સ્મશાનમાં સાફ સફાઈ લાકડા છાણાની વ્યવસ્થા કરી મૃતદેહને અંતિમ સંસ્કાર કરાયા 

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે દિવસે દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે મૃત્યુદરમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્મશાનોમાં વેઈટીંગ જોવા મળી રહ્યું છે. ત્યારે શહેરનાં મુંજકા ગામમાં આવેલ સ્મશાનગૃહને હાલ તાળુ મારવામાં આવ્યું છે. નોન કોવિડ બોડીને અગ્નિદાહ કરવા જવુ હોય તો પૂર્વ સરપંચની પાસે પડેલ ચાવી લઈ પોતાની જવાબદારી સાથે લાકડા છાણાની વ્યવસ્થા કરી સાફસફાઈ કરી પાર્થિવ દેહનો અગ્નિદાહ કરવામાં આવે છે.
મુંજકા ગામમાં આવેલ સ્મશાનમાં હાલ કોઈ માણસો ઉપલબ્ધ ન હોવાથી તાળુ મારવામાં આવ્યું છે. પરંતુ જે કોઈને અગ્નિદાહ કરવા જવું હોય તો તે પોતાની જવાબદારી સાથે કરી શકે છે. તેવું ગામના પૂર્વ સરપંચએ જણાવ્યું હતુ.

 

મને ફોન કરી આવે, પોતાની જવાબદારી, લાકડા છાણાં લાવે સાફ-સફાઈ કરે તો અમારી ચોકસથી હા છે: જયેશ જાદવ (પૂર્વ સરપંચ મુંજકા ગામ)

અબતક સાથેની વાતચિત દરમિયાન પૂર્વ સરપંચ જયેશ જાદવએ જણાવ્યું હતુ કે મુંજકા ગામમાં આવેલ સ્મશાનમાં હાલ કોઈ માણસો ઉપલબ્ધ ન હોવાથી કોઈ બીજી વ્યવસ્થા ન હોવાના કારણે ત્યાં તાળું મારવામાં આવ્યું છે. પરંતુ જે લોકો ત્યાં અગ્નિદાહ આપવા જાય તે પોતાની જવાબદારીથી સાફ સફાઈ કરવું ઘટતી સામગ્રી લઈ જવી જેમકે લાકડા છાણાં તો તેઓ ત્યાં કરી શકે છે. હાલ મુંજકા વિસ્તારપૂરતુ ચાલુ જ છે. હાલ તાળુ મારેલ છે.બહારના વ્યકિત આવે તો તેમને પોતાની રીતે વ્યવસ્થા કરી આવવું પડે જો ખૂલ્લુ રાખીએ તો કોણ વ્યકિત કયાંથી આવી કયારે જતી રહે તેનો ખ્યાલ ન આવે હાલ કોઈ ત્યાં વ્યવસ્થા નથી. કોઈ સફાઈ કામદારો નથી તેથી તાળુ મારેલ છે. અમે એવું નકકી કર્યું છે કે સ્મશાન બહાર બોર્ડ મારીશું જેમાં મારો મોબાઈલ નંબર રાખીશું અને પોતાની સંપૂર્ણ જવાબદારીથી પાર્થિવ દેહને અગ્નિદાહ આપે. મને ફોન કરી જાણ કરે તો તેમનું ફોલોઅપ લઈ શકું અને સાફ સફાઈ કરેલ છે. કેકેમ તેનો ખ્યાલ આવી શકે.

રાજકોટ: મુંજકા ગામમાં આવેલા સ્મશાનમાં માણસોના અભાવે તાળુ!

હાલ સ્મશાનમાં કોઈ લોકો કામ કરવા તૈયાર નથી થતી એક બે વખત મે પોતેન પ્રયત્નો કર્યા કે પોતાના ખર્ચે માણસોને પગાર ચૂકવું. પરંતુ હાલની પરિસ્થિતિને જોતા લોકો કામ કરવા તૈયાર નથી. સ્મશાનનો મહાનગરપાલિકા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. આપણે તૈયારી દાખવી હતી કે અહીંયા પાંચથી દસ ખાટલા શરૂ કરીએ જેથીલોકો પરેશાન ન થાય પરંતુ આજુબાજુમાં રેસીડેન્ટ એરિયો વધુ હોવાથી તેના ધૂમાડાના કારણે બીજાનું સ્વાસ્થ્ય ખરાબ ન થાય તે માટે કમિશનર બેડી ગામ સ્મશાન દ્વારા નકકી કરવામાં આવ્યું છે. ત્યાં કોઈને આવવું હોય તો મને કોલ કરી પોતાની સાફસફાઈની જવાબદારી, લાકડાની વ્યવસ્થા કરી આવે તો અમારી આ સેવાના કાર્ય માટે ચોકકસ હા જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here