Abtak Media Google News

અબતક-રાજકોટ

ત્રિકોણબાગ કા રાજા ૨૨માં ગણપતિ મહોત્સવનો શહેરની મધ્યમાં ત્રિકોણ બાગ ચોક ખાતે શાસ્ત્રોક્ત પૂજા અને મહાઆરતીના શંખનાદ સાથે મંગલ પ્રારંભ થયો છે.મંગલમૂર્તિ મહોત્સવના પ્રથમ દિવસે શહેરના ભૂદેવોની શાસ્ત્રોક્ત મૂર્તિપૂજામાં શહેરના વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીજનોએ ભાગ લીધો, જેમાં જાણીતા ગેસ્ટો એન્ફ્રોલોજીસ્ટ પ્રફૂલ્લભાઇ કમાણી, સેજલબેન મહેતા, જીતુભાઇ ભાયાણી, ચેસ સ્પેશ્યાલીસ્ટ ડો.મિલનભાઇ ભંડેરી, પ્રશાંત અગ્રાવત, બાબુભાઇ મકવાણા, એલઆઇસીના બ્રાન્ચ મેનેજર પ્રકાશભાઇ રામનાણી, આસી.બ્રાન્ચ મેનેજર ભૂષણભાઇ રવાણી, કેતનભાઇ ગણાત્રા, ક્રાઇમ એન્ડ એન્ટી-કરપ્શનના મયુરી પટેલ, એચડીએફસી બેંકના ભવિત વ્યાસ, વિશ્ર્વાસ વ્યાસ, વિજય વ્યાસ વગેરે ભાવિકોએ સમૂહ આરતીમાં ભાગ લઇને ધન્યતા અનુભવી હતી.

ગણેશ વંદનાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રોતાઓએ વિશાળ સંખ્યામાં હાજરી આપીને આ અનોખા કાર્યક્રમથી સૌ પ્રભાવિત થયાં હતાં.આજે શનિવારે રાત્રે ૮:૩૦ વાગ્યાથી ચંદ્રેશ ગઢવી, અજયભાઇ દેસાણી અને સાથી કલાકારોનો હાસ્ય દરબાર યોજાશે. જેમાં શ્રોતાઓને મોડી રાત સુધી પેટ પકડીને હસાવશે. આવતીકાલ રવિવારે સવારે ૧૦:૩૦ વાગ્યે શહેરના નિ:સહાય ગરીબ દર્દીઓના લાભાર્થે ગણપતિ મહોત્સવના પ્રાંગણમાં મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સેવાભાવિ રક્તદાતાને રક્તદાન કરવા આયોજકોની યાદીમાં અનુરોધ કરાયો છે.

રવિવારે રાત્રે ૮.૩૦ વાગ્યે મુંબઇની ચૈતાલી છાયા પ્રસ્તુત મેજીકલ મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ માણવા જેવા આ કાર્યક્રમમાં હાજરી આપીને લાભ લેવા નગરજનોને જાહેર આમંત્રણ છે. રાજકોટ શહેરની મધ્યમાં અવિરત છેલ્લાં ૨૨ વર્ષથી યોજાતા “ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સવને આ વર્ષે પ્રજાભિમુખ બનાવવા જીમ્મીભાઇ અડવાણી, વિમલ નૈયા, ચંદુભાઇ પારડિયા, જયપાલસિંહ જાડેજા વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.