Abtak Media Google News

થેલેસેમીયાના બાળકો માટે રકતદાન કેમ્પનું આયોજન

જલારામ જયંતિ નીમીતે બાપાનના મંદિરે વર્ષોવર્ષથી વિવિધ પ્રસંગો દ્વારા સુંદર આયોજન કરવામાં આવે છે. તા. 31-10 ને સવારે 9 કલાકે દાતાઓ દ્વારા પુજય જલારામબાપાના મંદીરે મંગલ દ્રરિચરણ પાદુકા પુજન અર્ચના તેમજ મગલા આરતી, બપોરે 12.30 કલાકે સર્વ જ્ઞાતિના ઘરેથી બાપાનો થાળ તથા આરતી, બપોરે 1 કલાકે ડી.જે. પાર્ટી તેમજ ફટાકડાની રમઝટ સાથે જલારામ બાપાનો જન્મ દિવસે બાપાની કેક કાપી ઉજવવામાં આવશે. ભકિત રાહુલભાઇ પુજારા તથા મિલનભાઇ જયસુખભાઇ અનડકટ પરિવાર દ્વારા કરવામાં આવશે.

સાંજે પ કલાકે ભવ્યથી ભવ્ય અન્નકોર્ટ દર્શન, સાંજે 5.30 કલાકે થેલેસેમીયાના બાળકો માટે તેમને નવુ જીવનદાન મળે તે માટે મહારકતદાન કેમ્પ રાખેલ છે. બ્લડ ડોનેશન કેમ્પ વોર્ડ નં. 14 ના કોર્પોરેટર કેતનભાઇ પટેલ દીપ પ્રગટાવી આરંભ કરશે. મહાપ્રસાદ સાંજે 6.30 કલાકે મહાપ્રસાદનો દિપ પ્રગટાવીને વસંતરાય મકનજીભાઇ ગદેશા તથા નરેન્દ્રકુમાર કિશોરભાઇ ગદા પરિવાર દ્વારા કરવામાં આવશે.

સાંજે 7.15 કલાકે જલારામ બાપાની રર3 દીવળાની મહાઆરતી આમંત્રીત મહેમાનો, મહાપ્રસાદના દાતાશ્રીઓ તેમજ સર્વ ધર્મપ્રેમી ભાઇઓ તથા બહેનો દ્વારા કરવામાં આવશે. આ આયોજનને સફળ બનાવવા ગીરધરભાઇ કુંડલીયા, હેમલભાઇ ઠકરાર, નયનભાઇ ગંધા, જયેશભાઇ ભીંડોરા, ભીખુભાઇ સોમેયા, પ્રકાશભાઇ શીંગાળા, રાજુભાઇ તન્ના, સાગરભાઇ સુચક, મિલનભાઇ અનડકટ, જગદીશભાઇ અનડકટ તથા બકુલભાઇ પરમાર વાણીયાવાડીના સર્વભાઇઓ તથા બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.