Abtak Media Google News

ફોટો વાયરલ કરવાની ધમકી આપી બે મહિનાથી જાતીય સતામણી કરતો તો

રાજકોટમાં ધો.11માં અભ્યાસ કરતી તરુણીને ઇન્સ્ટાગ્રામ પર બ્લેકમેલ કરી બિભસ્ત માંગણી કરતા માણાવદરના માનસિક વિકૃત નિલેશ મગન ખાખરા નામના શખ્સની સાઇબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો અને જરૂરી કાર્યવાહી હાથધરી છે.

બનાવની મળતી માહિતી મુજબ મવડી વિસ્તારમાં રહેતા વેપારી યુવાનની ફરિયાદ મુજબ, તેમની ધો.11માં ભણતી 16 વર્ષની પુત્રી મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતી હોય ગત તા.10-11ની રાતે તેનું ઇન્સ્ટાગ્રામ ચેક કરતી હતી. ત્યારે પુત્રીને એક એકાઉન્ટમાં તેનો મોર્ફ કરેલો બીભત્સ ફોટો જોવા મળ્યો હતો. જેથી તે એકાઉન્ટ કોનું છે તે જાણવા મેસેન્જર મારફતે મેસેજ કર્યો હતો. જે મેસેજ બાદ તેના એકાઉન્ટમાં તેના જેટલા ફોટાઓ હતા તે ફોટાઓને બીભત્સ બનાવી પુત્રીને મોકલ્યા હતા. અને અંગત ફોટાઓ મોકલ તે મારે જોવા છે, નહિતર તારા બીભત્સ ફોટાઓ સોશિયલ મીડિયામાં વહેતા કરી દેવાનો ધમકીભર્યો મેસેજ કર્યો હતો. પુત્રીના એકાઉન્ટમાં સતત બીભત્સ મેસેજ અને ફોટા આવવા લાગ્યા હતા.

જેને કારણે પુત્રી માનસિક રીતે પરેશાન થઇ જતા આ અંગે પોતાને વાત કરી હતી. સવા બે મહિના સુધી પુત્રીની જાતીય સતામણી કરતા અંતે સાઇબર ક્રાઇમ પોલીસમથકમાં ગત તા.26ના રોજ અરજી આપી હતી.

પોલીસે તપાસ કરી  મોબાઇલ કંપની પાસેથી મોબાઇલ નંબરની ખરાઇ કરાવતા જેના પરથી મેસેજ, ફોટા આવતા હતા તે નંબર જૂનાગઢ જિલ્લાના માણાવદર ગામે રહેતા નિલેશ મગન ખાખરા નામનો યુવાન ઉપયોગ કરતો હોવાની માહિતી મળી હતી. જેથી પૂછપરછ માટે બોલાવતા તેને તરુણીની પજવણી કર્યાની કબૂલાત આપતા તેની સામે ગુનો નોંધી ધરપકડ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.