રાજકોટ માર્કેટ યાર્ડમાં ‘ઈ-નામ’ પ્રોજેકટની અમલવારી સામે અડચણો

marketyardrajkot
marketyardrajkot

ખેડૂતો દેશભરના માર્કેટીંગ યાર્ડના જણસીના ભાવો જાણી શકશે પણ વેંચાણ નહીં કરી શકે: ઈ-નામ પ્રોજેકટની અમલવારીમાં હજી એકાદ વર્ષ નિકળી જશે

વિશ્ર્વસનીયતા સૌથી મોટી અડચણ: અન્ય રાજયમાંથી ઓનલાઈન સોદા કરનારને માલની ગુણવતાનો ખ્યાલ નહીં આવે

રાજકોટ

સૌરાષ્ટ્રના ખેડૂતોને દેશભરના માર્કેટીંગ યાર્ડના ભાવોની જાણકારી મળી રહે અને દેશના કોઈપણ ખૂણે પોતાની જણસીનું ઘેરબેઠા વેચાણ કરી શકે તેવા ઉમદા હેતુ સાથે રાજકોટ માર્કેટીંગ યાર્ડ દ્વારા ઈ-નામ પ્રોજેકટ શ‚ કરવામાં આવ્યો છે. જેની સમીક્ષા માટે હાલ કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલયના બે અધિકારીઓ રાજકોટ ખાતે આવ્યા છે અને હાલ વિવિધ પાસાઓની સમીક્ષા કરી રહ્યા છે. જોકે રાજકોટ માર્કેટયાર્ડનો મહત્વકાંક્ષી ઈ-નામ પ્રોજેકટ સામે અનેક અડચણો મોઢા ફાડીને ઉભી છે. પ્રોજેકટની અમલવારીમાં હજી એકાદ વર્ષનો સમયગાળો નિકળી જાય તેવી સંભાવના છે.

આ અંગે વધુ માહિતી આપતા રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતો પોતાની જણસીનું ઓનલાઈન વેચાણ કરી શકે અને તેઓને ઉંચા ભાવ મળે તે માટે રાજકોટ માર્કેટીંગ યાર્ડ દ્વારા ઈ-નામ પ્રોજેકટ હેઠળ કામગીરી શ‚ કરવામાં આવી છે. જેની સમીક્ષા માટે કેન્દ્ર સરકારના બે અધિકારીઓ હાલ રાજકોટની મુલાકાતે આવ્યા છે. તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે, પ્રોજેકટની સફળતા અને ૧૦૦ ટકા અમલવારીમાં હજી એકાદ વર્ષનો સમય નીકળી જશે. કારણકે કોઈ બહારના રાજયોમાં બેઠેલા વેપારી માલની ગુણવતા નકકી ન કરી શકતા હોવાના કારણે માલની ખરીદી કરતા અચકાશે. કોઈપણ જણસી ઉપરથી ગુણવતાયુકત લાગતી હશે પરંતુ અંદર માલ ખરાબ હોય તો વેપારીને નુકસાની થાય છે અને માલ પાછો આપવાની પણ માથાકુટ ઉભી થશે. આવામાં ઈ-નામ પ્રોજેકટની સફળતા સામે સૌથી મોટી અડચણ વિશ્ર્વસનીયતા રહેશે એટલે હાલ યાર્ડમાં જે રીતે વેપારીઓ બોલી લગાવી હરાજી કરે છે તે પ્રણાલી જ ચાલુ રહેશે.

ઈ-નામ પ્રોજેકટ એક પ્રકારનું ઈ-ટ્રેડીંગ છે. જેમાં સૌરાષ્ટ્રના ખેડુતો દેશના કોઈપણ યાર્ડમાં પોતાની જણસીનું ઓનલાઈન વેચાણ કરી શકશે

પરંતુ હાલ આ પ્રોજેકટની અમલવારીમાં એકાદ વર્ષ પ્રસાર થઈ જશે. હાલ યાર્ડમાં આંશિક આ પ્રોજેકટની અમલવારી શ‚ કરી દેવામાં આવી છે. જેમાં યાર્ડમાં જણસી વેચાણ માટે આવતા ખેડુતોના નામ, વાહનની એન્ટ્રી સીધી જ કોમ્પ્યુટરમાં કરવામાં આવી રહી છે. પરંતુ ઓનલાઈન વેચાણ શ‚ કરાયું નથી. ખેડૂતોને દેશભરના માર્કેટીંગ યાર્ડના ભાવોનો ખ્યાલ આવે છે પણ વેંચાણ કરી શકાતું નથી.

તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે, કોઈ ખેડૂત કે વેપારી ઉપર સારો માલ રાખે અને અંદર ખરાબ માલ રાખ્યો હોય અને બહારના રાજયના વેપારીઓ આ માલની ખરીદી કરે અને બાદમાં ખબર પડે કે માલની ગુણવતા નબળી છે તો માલ પરત દેવામાં પણ ઘણી માથાકુટ થાય તેમ છે. જેના કારણે હાલ પ્રોજેકટની સંપૂર્ણ અમલવારી શકય નથી. ઈ-નામ પ્રોજેકટ અંગે પહેલા ખેડુતો અને વેપારીઓને પુરતી માહિતી આપવામાં આવશે. જો આ પ્રોજેકટની ૧૦૦ ટકા અમલવારી થાય અને તમામ પ્રકારની જણસીઓનું ઓનલાઈન ટ્રેડીંગ શ‚ થઈ જાય તો ખેડુતોને ખુબ મોટો ફાયદો થાય તેમ છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ઈ-નામ પ્રોજેકટ હેઠળ કામગીરી શ‚ કરવામાં આવતા હાલ કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલયના બે અધિકારીઓ પ્રોજેકટની સમીક્ષા માટે બે દિવસની રાજકોટમાં ધામા નાખ્યા છે અને સમીક્ષા કરી રહ્યા છે. ૧૨ કોમ્પ્યુટરની ફાળવણી કરાય છે. જેમાં દેશભરના માર્કેટીંગ યાર્ડના ભાવ અપડેટ થઈ રહ્યા છે.