રાજકોટ: પ્રદુષણ અટકાવવા,પર્યાવરણની જાળવણીનો સંદેશ આપવા મોઢવણિક સાઈકલોફન રાઈડનું આયોજન, જુઓ વીડિયો

પ્રદુષણ અટકાવવા અને પર્યાવરણની જાળવણીનો સંદેશ આપવા થયું આયોજન-સેંકડો મોઢવણિક જ્ઞાતીજનો ઉમટી પડયા

તાજેતરમાં જ રાજકોટ મોઢવણિક મહાજન ટ્રસ્ટની યુથવીંગ દ્વારા પ્રદુષણ અટકાવવા તેમજ પર્યાવરણની જાળવણીનો સંદેશ આપવા સમગ્ર ભારતની મોઢવણિક જ્ઞાતીની સર્વપ્રથમ અને ઐતિહાસીક ‘મોઢ સાયકલોફન રાઈડ 2021’નું આયોજન કરવામાં આવેલ હતુ.

પાંચ કિલોમીટરની આ ‘મોઢ સાયકલોફન રાઈડ’ રજપૂતપરા મોઢવણીક વિદ્યાથીભવનથી પ્રારંભ થઈ માલવીયા ચોક, યાજ્ઞીક રોડ, જિલ્લા પંચાયત ચોક, રેસકોર્ષ રીંગરોડ, કિશાનપરા ચોકથી મહિલા કોલેજ ચોક ત્યાંથી એસ્ટ્રોનચોક સરદારનગર મેઈનરોડથી મોઢબોર્ડીંગ ખાતે સંપન્ન થઈ હતી.

રાજકોટ મોઢવણીક મહાજન ટ્રસ્ટ આયોજીત મોઢ સાયકલોફન રાઈડનું સવારે 6.30 વાગ્યે પ્રસ્થાન શહેર ભાજપના પૂર્વ મહામંત્રી અને વોર્ડ નં.7નાં નવનિર્વાચીત કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ ગારડી વિદ્યાપીઠનાં યુવા સંચાલક જય ધર્મેન્દ્રભાઈ મહેતા, શહેરનાં યુવા અગ્રણી બિલ્ડર ગોપીભાઈ પટેલ, યશભાઈ રાઠોડ, હેમલભાઈ મોદી, તૂનરભાઈ પટેલ, ડો. અતુલભાઈ વોરા, ગીતાબેન પટેલ, અશ્ર્વીનભાઈ પટેલ, નલીનીબેન મણીયાર, કેતનભગાઈ મેરવાણી, અરવિંદભાઈ

શાહ, ડો. દિપકભાઈ પારેખ, ડો. ચીરાગભાઈ ગાંધી, ડો. ક્રિશ્ર્નાબેન ગાંગડીયા, ચેતનભાઈ પારેખ સહિતના અગ્રણીઓ દ્વારા કરાયું હતુ.