રાજકોટ: મચ્છરોને ટક્કર આપતા શ્ર્વાન: ડોગ બાઇટના રોજ 50 કેસ

 

એક સપ્તાહમાં 347 લોકોને શ્ર્વાને બચકાં તોડી લીધા: શરદી-ઉધરસના 359, તાવના 20, ઝાડા-ઉલ્ટીના 58 કેસ નોંધાયા

 

અબતક, રાજકોટ

શહેરમાં જાણે મચ્છરોથી વધુ ત્રાસ ડાઘીયા કૂતરાઓનો હોય તેવું લાગી રહ્યું છે. ડોગ બાઇટના રોજ 50 જેટલા કેસો નોંધાઇ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં 347 લોકોને શ્ર્વાને બચકાં તોડી લીધા હોવાની સત્તાવાર જાહેરાત મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે. સામાન્ય શરદી-ઉધરસના 359 કેસ, તાવના 20 કેસ અને ઝાડા-ઉલ્ટીના 58 કેસ નોંધાયા છે. મચ્છરો ઉત્પતિ સબબ 854 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે.

કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. ગત સપ્તાહે ડેંન્ગ્યૂના બે કેસ નોંધાયા છે. આ સાથે ચાલુ વર્ષના ડેંન્ગ્યૂના કેસનો આંક 433 પહોંચ્યો છે. જ્યારે મેલેરિયાનો માત્ર એક કેસ નોંધાયો છે. ચાલુ વર્ષે આજ સુધીમાં મેલેરિયાના 59 કેસ નોંધાયા છે. ગત સપ્તાહે ચીકનગુનિયાના બે કેસ નોંધાતા વર્ષનો આંક 42એ પહોંચ્યો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શરદી-ઉધરસના 359 કેસ, સામાન્ય તાવના 20 કેસ, ઝાડા-ઉલ્ટીના 58 કેસ અને ડોગ બાઇટના 347 કેસ નોંધાયા છે. રોગચાળાને કાબૂમાં લેવા માટે 15164 ઘરોમાં પોરા નાશક કામગીરી આવી હતી. અને 1684 ઘરો ફોંગીગ કરવામાં આવ્યું છે. વધુ મચ્છર હોય તેવા વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશિન દ્વારા ફોગીંગ કરવામાં આવે છે.

વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કિષ્ના પાર્ક સાધુવાસવાણી રોડ, મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશી5 (રેલનગર), માઉન્ટેન પોલીસ લાઈન, શીતલપાર્ક, ભિમરાવનગર, ઘ્વારકેશ રેસીડેન્સી, રામેશ્વર પાર્ક, સમપર્ણ પાર્ક, પોલીસ ભરતી મેદાન, છત્રપતી શિવાજી ટાઉનશીપ, સિંધી કોલોની, પરસાણાનગર, જ્યોતિપાર્ક 4, બેડી5રા કબ્રસ્તાન, બુરહાની પાર્ક, રેલનગર – ર મેઇન રોડ, રેલનગર – ર વગેરે વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. ડેંન્ગ્યૂ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 516 પ્રીમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્કૂૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે)નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ 854 આસામીને નોટીસ આપવામાં આવેલ છે.