સ્વચ્છ રાજકોટ, સ્વસ્થ રાજકોટ, રંગીલુ રાજકોટ

મહાનગરપાલિકા તંત્રના આગવા આયોજન અને સ્વચ્છતા માટે લીધેલા પગલાના કારણે પ્રથમ કવાર્ટરમાં પાંચમા સ્થાને રહેલુ રાજકોટ બીજા કવાર્ટરમાં બીજા સ્થાને પહોચી ગયું

સરકારી પ્રયાસો અને મહાનગરપાલીકા તંત્રની મહેનતના કારણે રંગીલા ગણાતા રાજકોટવાસીઓ છેલ્લા થોડા સમયથી આરોગ્ય અને સ્વચ્છતા માટે જાગૃત બન્યા છે. શહેરીજનો આરોગ્ય માટે સ્વસ્થ રહે તે માટે સફળતાપૂર્વક મેરેથોન દોડ યોજનારા રાજકોટ મહાનગરપાલીકા તંત્રનું સ્વચ્છતા માટેનું આયોજન રંગ લાવ્યું છે જેથી ૨૦૨૦ના સ્વચ્છતા સર્વેક્ષણના પ્રથમ કવાર્ટરમાં પાંચમા સ્થાને રહેલું રાજકોટ શહેર સર્વેક્ષણના બીજા કવાર્ટરમાં હરણફાળ ભરીને બીજા સ્થાને આવી ગયું છે. જયારે ઈન્દોરે તેના પ્રથમ કવાર્ટરમાં રહેલુ પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે જાહેર કરવામાં આવતા સ્વચ્છતા સર્વેક્ષણના આંકડામાં મધ્યપ્રદેશનું ઈંદોર શહેર સતત ચોથી વખત દેશનું પ્રથમ સ્વચ્છ જાહેર થયું છે. જ્યારે ૧૦ લાખથી વધુ વસતી ધરાવતા ટોપ-૨૦ સ્વચ્છ શહેરોમાં રાજકોટ બીજા ક્રમે રહ્યું છે. સ્વચ્છતાં સર્વેક્ષણનું પરિણામ મંગળવારે જાહેર કરવામાં આવ્યું હતું. ક્વાર્ટર-૧ બાદ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરના કર્વાટર -૨માં સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામમાં ઈંદોર ફરી નંબર વન બન્યું છે જ્યારે રાજકોટ બીજા સ્થાને રહ્યું છે. ક્વાર્ટર-૨માં ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા પાંચ શહેરોમાં ઈંદોર અને રાજકોટ બાદ નવી મુંબઈ, વડોદરા અને ભોપાલ શામેલ છે. ભોપાલને પાંચમુ સ્થાન મળ્યું છે જે અગાઉ બીજા ક્રમે હતું.

7537d2f3

આ યાદીમાં અમદાવાદને છઠ્ઠો અને સૂરતને ૨૦મો ક્રમ મળ્યો છે. પહેલા ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન)માં સૂરત ત્રીજા, રાજકોટ ચોથા અને અમદાવાદ ૭માં ક્રમે હતું. ૧૦ લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં ગુજરાતમાંથી એકમાત્ર ગાંધીનગર ટોપ ૨૦ શહેરોમાં સમાવેશ થયો છે. પહેલા ક્વાર્ટરમાં ગાંધીનગર ૧૪માં ક્રમે હતું જે બીજા ક્વાર્ટરમાં ૧૨માં નંબરે રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે થયેલા સ્વચ્છતાં સર્વેક્ષણમાં સમગ્ર દેશમાંથી ૩૯૭૧ શહેરો શામેલ થયાં હતાં. ૧૦ લાખથી લઈને ૨૫ લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરોની સંખ્યા ૪૯ હતી. કુલ ૧૮૬૦માંથી ૧૬૩૨.૭૨ અંકો સાથે ઈંદોર ટોપ રહ્યું છે. ૪ થી લઈને તા.૩૧ જાન્યુઆરી સુધી સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ આવનાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.