અર્બન ફોરેસ્ટના કામની સમીક્ષા કરતા રાજકોટ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ

પૂ.રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલને સેન્ટ્રલી એ.સી. કરવા માટે જરૂરી પ્લાનીંગ કરવા સુચના

રાજકોટને એક ગ્રીન અને પ્રાકૃતિક સોંદર્ય બનાવવા માટે આજી ડેમ પાસે ડેવલોપ થતું અર્બન ફોરેસ્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું કાર્ય પ્રગતિ પર છે. કામગીરીની સમીક્ષા અને પ્રોગ્રેસીવ રીપોર્ટ મેળવવા માટે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે અર્બન ફોરેસ્ટ તેમજ ૮૦ ફૂટ રોડ, અમુલ સર્કલ પાસે આવેલ જગ્યા રોકાણ પ્લોટ, ભક્તિનગર સર્કલ પાસે આવેલ ગીતાનગર હોકર્સ ઝોન અને પારડી રોડ પર આવેલ પૂજ્ય રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલની મુલાકાત અને સમીક્ષા કરી હતી. નિર્ધારિત લક્ષ્યાંકિત સમયમાં કામ પૂર્ણ કરવા સુચના આપી હતી.

અર્બન ફોરેસ્ટ ખાતેની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર પ્લાન્ટેશન અંગે વિસ્તૃત માહિતી મેળવી તેમજ વોટર વર્કસ નેટવર્ક સિસ્ટમ અંગે માહિતી મેળવી હતી. સિવિલ કામગીરી જેમ કે રસ્તા અને કમ્પાઉન્ડની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સુચના આપી હતી હતી. અર્બન ફોરેસ્ટ પાસેના ડીપી રોડ પરના બંને સાઈડમાંથી રબીશ દુર કરવા સંબધિત અધિકારીને સુચના આપી હતી.

૮૦ ફૂટ રોડ  અમુલ સર્કલ પાસેના દબાણ હટાવ શાખાના પ્લોટમાં સી.સી. વર્ક કરવા તેમજ સ્ક્રેપની હરરાજી કરી નિકાલ કરવા દબાણ હટાવ શાખાને સુચના આપી હતી. ભક્તિનગર સર્કલ પાસે આવેલ મેઘાણી રંગભવન પાછળ ઉભા રહેતા ખાણીપીણીના લારીવાળાને ગીતાનગર હોકર્સ ઝોનમાં શિફ્ટ કરવા સુચના આપવામાં આવી હતી તેમજ પારડી રોડ પર આવેલ પૂજ્ય રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલને સેન્ટ્રલ એરક્ધડીશન કરવા માટે જરૂરી પ્લાનીંગ કરવા સુચના આપી હતી.

રાજકોટ શહેરને સુંદર અને રળિયામણું બનાવવા રાજકોટ મહાનગરપાલિકા સતત કાર્યશીલ રહી છે, લોકોને વધુ સારી સુવિધા મળી રહે તેવું આયોજન કરવામાં આવે છે. મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ પોતે રૂબરૂ કામગીરીની સમીક્ષા કરે છે

આજીડેમ પાસે નિર્માણ પામનાર ભવ્ય અર્બન ફોરેસ્ટ શહેરીજનો માટે ફરવા લાયક એક સુંદર સ્થળ બની રહેશે. પર્યાવરણની જાળવણી અને ગ્રીન રાજકોટ માટે ઉમદા સ્થળ ગણાશે.