Abtak Media Google News

મહામારીમાં કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે ફરજ નિષ્ઠા બજાવવા બદલ કમિશનર મનોજ અગ્રવાલે સ્ટાફનો માન્યો આભાર

અસામાજીક તત્ત્વો સામે કરી કડક હાથે કામગીરી

શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સંયુક્ત પોલીસ કમિશ્નર, ખુરશીદ અહેમદ ના માર્ગદર્શન મુજબ , નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ પ્રવિણકુમાર મીણા, ઝોન-ર મનોહરસિંહ જાડેજા  પોલીસ ટીમ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની  ચુંટણીના ભાગ રૂપે આચાર સંહિતાની કડક અમલવારી થાય અને  લોકોની જાનમાલનું રક્ષણ થાય તથા લોકો નિર્ભય રીતે મતદાન કરી શકે અને મતદાન કરતી વખતે કોઇ જાહેર સુલેહ શાંતિ નો ભંગ કર કરાવે નહી તે સબબ  અસામાજીક તત્વો ઉપર પોલીસ દ્રારા અસરકારક અટકાયતી પગલાઓ લેવામાં આવેલ હતા.

તા.૨૧/૦૨૨૦૨૧ ના રોજ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી નું મતદાન  નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે  ૩૯૫ મતદાન મથકો ઉપર પોલીસ અધિકારી, કર્મચારીઓ, એસ.આર,પી., બી.એસ.એફ., સી.આર.પી.એફ., ઘોડેશ્વાર, હોમગાર્ડ મળી ચાર હજાર જેટલા અધિકારીકર્મચારીઓ ને બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવેલ હતા તેમજ તમામ મતદાન મથકો ઉપર સેકટર પેટ્રોલીંગમાં પોલીસ ઇન્સપેકટર તેમજ ગુપ પેટ્રોલીંગમાં પોલીસ સબ ઇન્સ્પેકટર નું રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ રાખવામાં આવેલ તેમજ સંવેદનશીલ વિસ્તારમાં ઘોડેશ્વાર દ્વારા સઘન પેટ્રોલીંગ રાખવામાં આવેલ મતદાન દરમ્યાન મતદાન બુથ ઉપર અથવા અન્ય જગ્યાઓ પર તાત્કાલીક પહોચવા માટે પોલીસ કંટ્રોલ રૂમમાં સીનીયર અધીકારી, રીઝર્વ ફોર્સ તથા પો.સ્ટે. માં કયુ.આર.ટી ફોર્સ તૈનાત રાખવામાં આવેલ હતી તેમજ ગૃપ પેટ્રોલીંગ ના વાહનોએ બંદોબસ્ત દરમ્યાન સઘન પેટ્રોલીંગ ફરી અને દરેક બુથ ની ૧૫ થી ૨૦ વિઝીટ કરવામાં આવેલ હતી. પોલીસ દ્વારા સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી દરમ્યાન ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવેલ હતો જેથી રાજકોટ શહેર ખાતે કોઇ નોંધનીય ગંભિર પ્રકારનો બનાવ બનેલ નથી જેથી  શહેર પોલીસ  દ્વારા બંદોબસ્તમાં રહેલ તમામ અધિકારી કર્મચારીનો આભાર વ્યકત કરેલ છે.

Img 20210222 Wa0125

તેમજ સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી સંપુર્ણ શાંતીમય રીતે યોજાયેલ જેમાં બંદોબસ્તમાં રહેલ તમામ અધિકારી /કર્મચારીઓ જેઓ પોતાની ફરજ નિષ્ઠાથી બજાવેલ અને જે બંદોબસ્ત દરમ્યાન અધિકારી કર્મચારીઓ ને પણ પુરતી સગવળતા મળી રહે તે માટે તેઓને ભોજન પુરુ પાડવામાં આવેલ જેમા જમવા માટે બપોરના ભોજનમાં શુધ્ય સાત્વીક પોષ્ટીક આહારની તથા સવારના પોષ્ટીક નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ અને જે પોષ્ટીક આહાર સમગ્ર બંદોબસ્તમાં રહેલ અધિકારી કર્મચારીઓ ને આપવામાં આવેલ હતો જેમાં  તમામ બંદોબસ્તમાં રહેલ પોલીસ ફોર્સને જે ફૂડ પેકેટ આપવામા આવેલ તેજ કુડ પેકેટનો આહાર લીધેલ હતો તેમજ બંદોબસ્તમાં રહેલ પોલીસ ફોર્સના માણસોને હાલના કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઇ અને તમામ કર્મચારીઓને ફેસમાસ્ક તથા હેન્ડ ગ્લોઝ ફાળવવામાં આવેલ હતા જે પહેરી કર્મચારીઓએ પોતાની ફરજ બજાવેલ હતી.

મતદાન દરમ્યાન કુલ ૧૫ જેટલી રજુઆતો પોલીસ કંટ્રોલ રૂમમાં આવેલી હતી  તમામ રજુઆતોનો પોલીસ દ્વારા તાત્કાલીક સંતોષકારક નિકાલ કરવામાં આવેલ અને  ખુબજ શાંતિપૂર્ણ રીતે મતદાન થયેલ તથા રાજકોટ પોલીસની સુરક્ષા કવચ એપ્લીકેશન નો ભરપુર ઉપયોગ કરી શાંતિ ડહોળતા તત્વો ને  પોલીસે ચેક કરેલ તથા ચુંટણી લક્ષી તમામ અટકાયતી પગલાઓ લેવામાં આવેલ હતા જેથી  પોલીસ એલર્ટ રહેતા મતદાન શાંતિપુર્ણ રીતે થયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.