Abtak Media Google News

કામ ઝડપથી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીને સુચના

શહેરમાં ભારે વરસાદને પગલે રસ્તોઓ પર ખાડા પડી ગયેલ છે, જેને ધ્યાનમાં રાખીને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ તમામ ખાડાઓમાં સીસી, પેવિંગ બ્લોક અને મેટલ મોરમથી રીપેર કરાવવાની સુચના આપી હતી. આજે મ્યુનિ. કમિશનરએ વેસ્ટ ઝોન વિસ્તાર સહીત પામ સિટી પાસે, ગંગોત્રી મેઈન રોડ, નવો રીંગ રોડ-2, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેનાં રસ્તાઓ રીપેર કરવાની ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સુચના આપી હતી. વરસાદને કારણે નુકશાન થયેલ રસ્તાઓને સીસી, પેવિંગ બ્લોક અને મેટલ મોરમથી કરવામાં આવતું પેચ વર્ક અને બાકી રહેલ પેચ વર્ક અંગે સ્થળ મુલાકાત કરી તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવા મ્યુનિ. કમિશનરએ સુચના આપી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.