રાજકોટ: સ્ટલિંગ હોસ્પિટલ ખાતે ફાયર સેફટી અંગેની ચકાસણી કરતા મ્યુનિસીપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ

0
244

સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ફાયર સેફ્ટી અંગેની આજરોજ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે એકા એક વિઝીટ કરી હતી અને તમામ વસ્તુઓની ચકાસણી કરી જરુરી સુચનાઓ આપી હતી.

શહેરમાં 150 ફૂટ રીંગ રોડ ખાતે આવેલ સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા જનરલ દર્દીઓની અને કોવીડ-19ના દર્દીઓની સારવાર કરવામાં આવે છે. ત્યારે આજરોજ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે સ્ટર્લિંગ હોસ્પિટલની વિઝિટ કરી હતી. જ્યાં કુલ 208 બેડની હોસ્પિટલ છે જેમાંથી 98 બેડમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવે છે તેમજ બાકીના બેડમાં જનરલ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. આ મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરએ આઇ.સી.યુ, હોસ્પિટલ મેનેજમેન્ટ, ઇમરજન્સીમાં બહારનો રસ્તો, ફાયર સેફ્ટી વિગેરેની ચકાસણી કરી હતી અને માહીતી મેળવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here