Abtak Media Google News

50000 ડોઝ મળ્યાં: પુષ્કર પટેલ (સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન)

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે તંત્ર દ્વારા ડોકટર્સ દ્વારા કોરોના સંક્રમણ ઘટાડવાના સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી દ્વારા 45 વર્ષથી ઉપરના તમામ લોકો માટે વેકસીનેશન અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1લી મે થી 18 વર્ષથી ઉપરના યુવાનો માટે વેકસીનેશન ઝુંબેશ પુરજોશમાં ચાલુ કરવામાં આવી છે.

Pushkar Patel1

શહેરમાં 73 જગ્યા પર આપવામાં આવે છે કોરોના રસી

ત્યારે શહેરમાં રસીકરણ અભિયાન વેગવંતુ બને વધુમાં વધુ લોકો વેકસીનેશન લે તે માટે સરકાર દ્વારા ગત રાતના 1ર વાગ્યા સુધીમાં પ0,000 રસીનો જથ્થો રાજકોટ મહાનગરપાલિકાને મોકલવામાં આવ્યો છે. જેમાં 18 વર્ષથી 44 વર્ષના લોકો માટે ર4,000 રસીનો જથ્થો તથા 45 થી ઉપરની ઉંમરના લોકો માટે 25,000 નો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

શહેરમાં રસીનો પર્યાપ્ત જથ્થો હાલ ઉપલબ્ધ છે. હાલ કોરોના મહામારીમાં કોરોના વેકસીન જ એક સુરક્ષા કવચ છે. તો સૌ કોઇને વેકસીનેશન લેવા રજીસ્ટ્રેશન કરાવી આવે તેવી અપીલ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ દ્વારા કરવામાં આવી છે. પ્રાપ્ત માહીતી મુજબ ગઇકાલે શહેરમાં 18 થી 44 વર્ષના 9127 નાગરીકોને કોરોના કવચથી સજજ થયાં ત્યારે 45 થી વધુ ઉમરના 5017 સહિત કુલ 14144 નાગરીકોએ રજીસ્ટ્રેશન કરાવી કોરોના રસી મુકાવી હતી. ત્યારે ગઇકાલે 1પ00 જેટલી જ રસી બચી હતી.ત્યારે રસીના ડોઝ આવતા હાલ 50,000 જેટલો વેકસીનેશનનો જથ્થો ઉપલબ્ધ છે.

હાલ શહેરમાં 73 જગ્યાએ કોરોના વેકસીન આપવામાં આવી રહ્યું છે અને 18 વર્ષથી ઉપરના યુવાનો હોશે હોશે વેકસીન માટે રજીસ્ટ્રેશન  કરાવી રહ્યા છે. ત્યારે વેકસીનેશન માટે લાઇનો પણ જોવા મળી. આજે શહેરમાં બપોરના એક વાગ્યા સુધીમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 3550 લોકોએ તથા 45 વષસૃથી મોટી ઉમરના કુલ 3132 સહિતના કુલ 6682 નાગરીકો એ વેકસીન લીધું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.