Abtak Media Google News

જન્મ-મરણના દાખલા માટે અરજદારોએ સિવિક સેન્ટર કે ઝોન કચેરી સુધી ધક્કો ન ખાવો પડે તે માટે કોર્પોરેશન દ્વારા નવી સુવિધા ઉભી કરવામાં આવી છે. સુશાસનના પાંચ દિવસની ઉજવણી અંતર્ગત વોર્ડ ઓફિસેથી જ જન્મ-મરણના દાખલા મળી જાય તે યોજનાનો આરંભ કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં એક નવી રોન નીકળી છે. લોકોને આખો દિવસ જન્મ-મરણના દાખલા વોર્ડ ઓફિસેથી મળશે નહીં. માત્ર સવારે 10 થી 12 એમ 2 કલાક જ બર્થ-ડેથ સર્ટીફિકેટ મળશે. જો કે સુધારા વધારાની કામગીરી 24 કલાકમાં પૂરી થઈ જાય અને લોકોને સર્ટીફિકેટ મળી જાય તેવી વ્યવસ્થા ઉભી કરવા તંત્રને સુચના આપી દેવામાં આવી છે.

આ અંગે પત્રકારો સાથે વધુ વાતચીત દરમિયાન મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, રાજકોટવાસીઓને જન્મ-મરણના પ્રમાણપત્ર વોર્ડ ઓફિસેથી મળી રહે તેવી વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે. વોર્ડ ઓફિસે અન્ય અનેક કામગીરી ચાલતી હોવાના કારણે રોજ સવારે 10 થી 12 એમ 2 કલાક જ જન્મ-મરણના દાખલા આપવામાં આવી રહ્યાં છે. આ સમયગાળા દરમિયાન સર્ટીફિકેટમાં સુધારા-વધારાની કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

અગાઉ ડેથ કે બર્થ સર્ટીફિકેટમાં સુધારા માટે અરજી કરનારને 8 દિવસ બાદ સર્ટીફિકેટ આપવામાં આવતા હતા. જેમાં હવે સુધારો કરવામાં આવ્યો છે. બીજા જ દિવસે સુધારા સાથેનું સર્ટીફિકેટ મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે અને ભવિષ્યમાં સેમ ડે નવું સર્ટીફિકેટ મળી જાય તેવી વ્યવસ્થા પણ ઉભી કરાશે.

વોર્ડ ઓફિસેથી જન્મ-મરણના દાખલા આપવાની જે શરૂઆત કરવામાં આવી છે તે ખરેખર પ્રશંસનીય છે પરંતુ માત્ર બે કલાક માટે જ વોર્ડ ઓફિસેથી સર્ટીફિકેટ મળે તે વ્યવસ્થામાં સુધારો કરવાની આવશ્યકતા છે.

રીંગ રોડ-2ને લાગુ એપ્રોચ રોડ ખુલ્લા કરાવાશે

પાળ ચોકડીથી ગોંડલ સુધી 6.2 કિ.મી.નો વિસ્તાર ધરાવતા સેક્ધડ રીંગરોડ ફેઈઝ-2નું ગઈકાલે લોકાર્પણ કરવામાં આવ્યું છે. હવે જામનગર રોડથી ગોંડલ રોડ સુધી રીંગ રોડ-2નું કામ મોટાભાગે પૂર્ણ થઈ ગયું છે.

ત્યારે હવે આ સેક્ધડ રીંગરોડનો વધુ માત્રામાં વાહન ચાલકો ઉપયોગ કરે અને શહેર પરથી ટ્રાફિકનું ભારણ ઘટે તે માટે હવે રીંગ રોડને લાગુ એપ્રોચ રોડ ખુલ્લા કરાવવામાં આવશે. આ માટે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર બોર્ડ મુકવામાં આવશે જે રસ્તા ખરાબ હશે ત્યાં પેવર કામ હાથ ધરવામાં આવશે. ટૂંકમાં તંત્રનો પ્રયાસ રીંગ રોડ-2નું ઉપયોગ વધુ માત્રામાં થાય તેવો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.