Abtak Media Google News

ચોમાસાની ઋતુ દરમ્યાન રાજકોટ શહેરમાં નોંધપાત્ર વરસાદ થયેલ છે. થોડા સમયના વિરામ બાદ છુટક છુટક વરસાદ હાલ ચાલુ જ છે. વરસાદની ઋતુ દરમ્યાન મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્યુવી   અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્થછળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે.

મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુન: ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્5તિ ઘણી વધી જાય છે.

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.

આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.26/09/2022 થી તા.02/10/2022 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 84,644 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા 1871 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

Whatsapp Image 2022 10 03 At 12.30.45 PmWhatsapp Image 2022 10 03 At 12.30.16 Pm

મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ સદભાવના સોસા. – 1 થી 4, જય જવાન જય કિશાન સોસા., મોરબી રોડ ર5 વારીયા, રણ વારીયા – ર, ગાયત્રી પાર્ક, જય જવાન મેઇ રોડ, સદગુરૂ રણછોડનગર – 1 થી ર, અક્ષર ઘામ સોસા., પંચરત્ન સોસા. – 1 થી ર, જમના પાર્ક, ગંગા પાર્ક, જમના પાર્ક મેઇન રોડ, સંગીતા પાર્ક મોરબી રોડ, જકાતનાકા, જે. કે. પાર્ક, જય રાજ રેસીડેન્સી, રત્નમ રોયલ્સ મેઇન રોડ, બજરંગવાડી શેરી નં. 4, પુનિતનગર- 1, 5વન પાર્ક શેરી નં. 1, જયંત કે. જી. સોસા., સિલ્વર પાર્ક, નવલનગર, વૈશાલીનગર – 1 થી 3 તથા મેઇન રોડ અને આજુબાજુનો વિસ્તાર, જયોતીનગર શેરી નં. 1 થી 4 તથા મેઇન રોડ અને આજુબાજુનો વિસ્તાર, ઘન્શ્યામનગર શેરી નં. 1, ર, 3 તથા મેઇન રોડ અને આજુબાજુનો વિસ્તાર, નંદી પાર્ક શેરી નં.1 થી 4 તથા મેઇન રોડ અને આજુબાજુનો વિસ્તાર, રૂડાનગર – 3, ફિલ્ડમાર્સલ ચોક, મુંજકામાં શેરી નં. 1 થી 6 તથા મેઇન રોડ અને આજુબાજુનો વિસ્તાર, જીવરાજ પાર્ક શેરી નં. 1, ર, 3 તથા મેઇન રોડ અને આજુબાજુ નો વિસ્તાર, જીવરાજ કસ્તુરી એવીયરી વિંગ – એ થી ડી તથા મેઇન રોડ, ભારતનગર વિંગ – એ. થી જી તથા મેઇન રોડ આજુબાજુનો વિસ્તાર વગેરે વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

ડેન્યુ  જુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

ડેન્યું , મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 10 ડ્ઢ 10 ડ્ઢ 10 નું સુત્ર અ5નાવવું. જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનીટ ફાળવવી.  બીજા 10 : ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ5યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10 : આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુઘી 5હોંચાડવી.  આમ, માત્ર 10 મિનીટ આ5ને તેમજ આ5ના 5રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા  જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.