રાજકોટ: લોહાનગરમાં સગાઈ કરવા મામલે ના પાડતા આધેડ પર ખૂની હુમલો

બે મહિલા સહિત પાચ શખ્સોએ પાઇપના ઘા ઝીંકી દેતા આધેડની હાલત ગંભીર

શહેરના લોહાનગર વિસ્તારમાં કસ્ટમ ક્વાર્ટરમાં રહેતા આધેડ પર બે મહિલા સહિત પાચ જેટલા શખ્સોએ ખૂની હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં સગાઈ ન કરવા માટે સમજાવવા જતા આધેડ પર પાચ જેટલા શખ્સો પાઇપ વડે તૂટી પડતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લોહાનગરામાં કસ્ટમ ક્વાર્ટરની બાજુમાં રહેતા અને મજૂરી કામ કરતા સંગીતાબેન વિનોદભાઈ કાઝિયાએ એ – ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પંકજ કરસાંગણીયાએ ફરિયાદીના પુત્રી સાથે સગાઈની વાત કરી હોય જે બાબતે આરોપી ફરિયાદીની નાની પુત્રીને પણ ઘરે લઈ આવી છે તેવું કહેતા સંગીતાબેન અને તેના પતિ વિનોદ આરોપીઓને સમજાવવા ગયા હતા. તે દરમિયાન સામાન્ય વાતચીતમાં બોલાચાલી થતા પંકજ તથા તેના પત્ની, નાનીબેન તથા તેમના પુત્ર, સન્ની અને રાહુલ સહિતનાઓએ ઢિકા પાટુંનો માર મારી માથાના ભાગે પાઇપ ફટકારતા વિનોદભાઈને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બે મહિલા સહિત પાચ શખ્સો સામે ખૂનની કોશિષનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.