રાજકોટ: કૃષ્ણનગરમાં નણંદે ભોજાઈના ઘરમાં ઘૂસી તોડફોડ કરી માર માર્યો

અગાઉ પણ મહિલાએ પોલીસમથકમાં અરજી કરી’તી: મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ

શહેરના સમય ચોક પાસે આવેલા કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી મહિલાને તેની નણંદે ઘરમાં ઘૂસીને માર મારી તોડફોડ કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે જેમાં ગવાયેલી મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ સ્વામિનારાયણ ચોક પાસે કૃષ્ણનગર શેરી-4માં “ઓમ ગાયત્રી કૃપા” મકાનમાં રહેતી દિવ્યાબેન સંદીપભાઈ ત્રિવેદી નામની 35 વર્ષીય મહિલાને તેની નણંદ જમનાબેન યોગેશ દવેએ ઘરમાં ઘૂસીને મહિલાને ટીકા પાટીનો માર મારી ઘરમાં તોડફોડ કર્યાની ઘટના સામે આવી છે.

જેમાં હોસ્પિટલના બીજાને રહેલા દિવ્યાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે અગાઉ પણ તેમના નણંદ જમનાબેને તે મારા માતા-પિતાને મારી નાખ્યા છે તેવું કહીને અનેક વખત મારકૂટ કરી હતી. જેના પગલે દિવ્યાબેને માલવીયાનગર પોલીસ મથકમાં અનેક વખત રજૂઆત કરી હતી. તેમ છતાં પણ આજરોજ સવારે તેમની નણંદ જમનાબેને દિવ્યાબેનના ઘરમાં ઘૂસી ઢોર માર મારીને ઘરમાં તોડફોડ કરી હતી. જેમાં ઘવાયેલા દિવ્યાબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે પોલીસે ઘટનાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.