Abtak Media Google News

ઈન્સ્ટાગ્રામ પર પરિચય કેળવી અંગત પળોના ફોટો વાયરલ કરવાની ધમકી આપી બનાવી હવસનો શિકાર

રાજકોટમાં ગાયત્રી નગર મેઈન રોડ નજીક વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી 22 વર્ષીય યુવતીને ઇન્સ્ટાગ્રામ મારફત પરિચય મેળવી નરાધમને અંગત ફોટો વાયરલ કરવાની ધમકી આપે દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. એટીએમ બનાવવાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે હવસખોર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.વિગતો અનુસાર ભોગ બનનાર યુવતીએ પોલીસને જણાવ્યું કે અગાઉ તે આરોપીના પિતાના મકાનમાં ભાડે રહેવા ગયા હતા. જ્યાં ઉપર નીચેના ત્યાં સુવા આવતા આરોપી મિલન કાંતિભાઈ ચોટલીયા સાથે પરીચય થયો હતો.

આરોપીએ તેને ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા તેણે એક્સેપ્ટ કરતા બન્ને વાતચીત કરવા લાગ્યા હતા. બાદ નંબરની આપ-લે કરી હતી અને બન્ને વોટ્સએપ મારફતે વાતો કરવા લાગ્યા હતા.થોડા દિવસ બાદ યુવતી ઘરે એકલી હતી. ત્યારે ત્યાં ઘસી આવેલા આરોપીએ તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. આબાદ આરોપી બે-ત્રણ દિવસે તે એકલી હોય ત્યારે તેના ઘરે જતો હતો . તે ના પાડે તો તેને ‘હું તારી સાથે લગ્ન કરીશ’ કહી દુષ્કર્મ આચરતો હતો. એટલું જ નહીં આ સમયે આરોપી બન્નેના અંગત પળોના ફોટા પણ પાડી લેતો હતો.યુવતી જ્યારે ના પાડે ત્યારે આરોપી તેને માર મારી બળજબરી કરતો હતો. તેમજ અંગત પળોના ફોટા વયરલ કરી દઈશ કહી ધમકી આપતો હતો. આમ આરોપી અવારનવાર તેને હવસનો શિકાર બનાવતો હતો.અને ‘તારે મારી સાથે સંબંધ રાખવા જ પડશે’ કહી અવારનવાર બળાત્કાર ગુજારતો હોય તો કંટાળી ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મિલન ચોટલિયા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.