રાજકોટ: પાડોશી યુવતી પર કામાંધે ગુજાર્યો બળાત્કાર’

બળજબરીથી ઘંટેશ્વર નજીક અવાવરૂ જગ્યાએ દુષ્કર્મ આચરતા શખ્સ સાથે પીડીતાને ઝપાઝપી થતા નરાધમને માથામાં ઇજા થઇ

શહેરના ધરમનગર નજીક આવેલા મફતીયાપરાની યુવતીને ધાક ધમકી દઇ બળજબરીથી પાડોશી શખ્સ ઘંટેશ્ર્વર નજીક અવાવરૂ જગ્યાએ લઇ જઉ દુષ્કર્મ આચરતા પિડીતા સાથે થયેલી ઝપાઝપી દરમિયાન કામાંધને માથામાં ઇજા થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધરમનગર મફતીયાપરામાં રહેતા અજય ધીરૂ કાવઠીયા નામના શખ્સે પાડોશી યુવતીનું અપહરણ કરી ઘંટેશ્ર્વર નજીક અવાવરૂ જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજાર્યાની યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

યુવતીના માતા-પિતા ગઇકાલે સંબંધીના લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારે યુવતી પોતાના નાના ભાઇ સાથે ઘરે એકલી હતી અને ઘર નજીક ડેલામાં કચરો નાખવા માટે ગઇ ત્યારે પાડોશમાં રહેતો અજય ધીરૂ કાવઠીયા ત્યાં ઘસી આવ્યો હતો અને તુ મને ગમે છે. તારા લગ્ન બીજે નહી થવા દઇ તેવી ધમકી દઇ બળજબરીથી રામાપીર ચોકડી થઇ માધાપર ચોકડી અને ત્યાંથી ઘંટેશ્ર્વર નજીક અવાવરૂ જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજારતા પિડીતાએ ધક્કો મારતા અજય કાવઠીયાને માથામાં ઇજા થયાની યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાતા પી.એસ.આઇ. ડી.વી.બાલાસરા સહિતના સ્ટાફે અજય કાવઠીયાની બળાત્કારના ગુનામાં ધરપકડ કરી છે.