Abtak Media Google News

મનોચિકિત્સક વોર્ડમાં એક સાથે 30 દર્દીઓની સારવાર થઈ શકશે:
કોરોનામુક્ત થયેલા 250 દર્દીઓને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા

રાજકોટ એક તરફ કોરોનાની મહામારી હળવી થઈ રહી છે તો હવે બીજી તરફ મ્યુકરમાયકોસીસ નામની બીમારી કોરોના દર્દીઓમાં જોવા મળી રહી છે. જેથી હવે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ મ્યુકરમાયકોસીસ બીમારી માટે મનોચિકિત્સક વિભાગમાં વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. જેમાં એક સાથે 30 દર્દીઓની સારવાર માટેની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. તો હાલ કોરોનામુક્ત થયેલા 250 દર્દીઓને પણ મ્યુકરમાયકોસીસ બીમારી હેઠળ ઓબસર્વેશનમાં રાખવામાં આવ્યા છે.

રાજકોટ શહેરમાં કોરોનાની મહામરી હળવી થઈ રહી છે ત્યારે વધુ એક ઘાતક મ્યુકરમાયકોસીસ બીમારીએ દેખા દીધી છે. જેના કારણે હવે તંત્ર મ્યુકરમાયકોસીસ બીમારી સામે લડવા માટે સજ્જ થયું છે. જેથી સિવિલ હોસ્પિટલમાં મનોચિકિત્સક વિભાગમાં મ્યુકરમાયકોસીસની સારવાર માટે સુવિધાઓ ગોઠવવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલમાં મનોચિકિત્સક વિભાગમાં ગઈ કાલથી 30 બેડની સુવિધા સાથે વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. મ્યુકરમાયકોસીસ બીમારીમાં આંખ, નાક અને ગળામાં ઇન્ફેક્શન થતું હોવાથી તેની સર્જરી અનિવાર્ય બની છે. જેની સારવાર માટે ઇન્જેક્શન પણ ખૂબ મોંઘા હોવાથી સાવચેતીના પગલાં લેવા અનિવાર્ય લાગે છે.

સિવિલ હોસ્પિટલમાં શરૂ થયેલા મ્યુકરમાયકોસીસ વિભાગમાં હાલ 30 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તો વધુ 250 કોરોનામુક્ત દર્દીઓને ઓબસર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. કે જેઓ મ્યુકરમાયકોસીસના માઇનર લક્ષણો દેખાઈ રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.