રાજકોટ: શ્રાવણ માસના અંતિમ સોમવારે પંચનાથ મહાદેવની ભવ્ય વરણાંગી નિકળશે

અબતક,રાજકોટ

પવિત્ર ભૂમિ પર અનેક સાધુઓ સંતો મહંતો મહાત્માઓ રાજાઓ મહારાજાઓ ગરીબો તથા અમીરો શીવ મા જીવ પરોવીને ધન્યતા અનુભવતા અસંખ્ય શીવ ભક્તો બાલકૃષ્ણ સ્વરૂપ બાળકો  અગણિત શ્રધ્ધાળુઓના  જયાં કુમકુમ પગલાં પાવન થઇ ચૂકયા છે તે શહેરનાં મધ્યમાં આવેલ ૧૪૮ વર્ષે જુના અતિ પ્રાચીન દેવાલય  પંચનાથ મંદિરમાં દર વરસે દેવાધિદેવ મહાદેવની પવિત્ર આરાધના ક૨વાના શ્રાવણ માસના પાવન દિવસોએ શિવજીને પ્રસન્ન કરવા અનેક શ્રધ્ધાળુઓ રૂપી માનવ મહેંરામણ ઉપાસના કરીને ધન્યતા અનુભવે છે

આગામી તા . ૬.૯ ને સોમવારના રોજ શાહેરનાં અનેક નામાંકિત આગેવાનો સામાજીક કાર્યકરો તમામ ટ્રસ્ટીશ્રીઓ યુવાનો મંદિરના પૂજારીશ્રીઓૈ બ્રાહ્મણો તથા અસંખ્ય શિવભકતોની ઉપસ્થિતિમાં આસ્થા શ્રધ્ધા અને ઉત્સાહ સાથે પૂજન – અર્ચના કરીને ફરજીયાત માસ્ક અને સામાજીક અંતર જાળવવાના સંકલ્પ સાથે પંચનાથ મંદિર ખાતેથી સાજે ૫:૦૦ કલાકે ઢોલ નગારા અને હર હ૨ મહાદેવના ગગનચુંબી નારા સાથે પ્રસ્થાન ક૨શો . જે પંચનાથ મંદિરેથી મહાત્મા ગાંધી વિદ્યાલય , જયુબેેલી ચોક , પરાબજાર , ધર્મેન્દ્ર રોડ , લાખાજીરાજ રોડ , ત્રિકોણ બાગ , લીમડા ચોક થઈને શ્રી પંચનાથ મહાદેવ મંદિર ખાતે પરત પધારશે.

આખા વર્ષ દરમ્યાન માત્ર એક દહાડે આવતા આ ભવ્ય ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનીક ટ્રસ્ટના યુવા પ્રમુખ  દેવાંગભાઇ માંકડ , ઉપપ્રમુખ વસંતભાઈ જસાણી માનદ મંત્રી મયૂરમાઇ શાહ, કોષાધ્યક્ષ  મહેન્દ્રસિંહ ગોહેલ ટ્રસ્ટી  ડી વી મહેતા, અનિલભાઈ દેસાઈ , સંદીપભાઇ ડોડીયા , જૈમીનભાઇ જોષી , નિરજભાઇ પાઠક , નીતિનભાઈ મણીયાર , મિતેષભાઇ વ્યાસ , નારણભાઈ લાલકીયા , મનુભાઈ પટેલ અને પંચનાથ વિસ્તારના તમામ સેવાભાવી કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે