Abtak Media Google News

ડી.જે.ના સથવારે દાંડીયાની રમઝટ સાથે ઇનામોની વણઝાર

જે.સી.આઇ. રાજકોટ યુવા દર વર્ષની માફક આ વર્ષે પણ મા આઘ્યાશકિતના પર્વ એટલે કે નવરાત્રિને આવકારવા માટે આગામી તા. રપ સપ્ટેમ્બર 2022 ને રવિવારના રોજ સાંજે 6 કલાકે એક દિવસીય વેલકમ નવરાત્રી મહોત્સવ-2022 નું આયોજન કરી રહી છે.ડી.જે.ના સથવારે દાંડીયાની રમઝટ, સાથે સાથે ઇનામોની વણઝાર આવો સાથે મળીને ઉજવીએ રાસોત્સવનો ત્યોહાર કટારીયા ચોકડીથી આગળ સુપ્રસિઘ્ધ હોટલ કાઠીયાવાડી કોમ ખાતે આ નવરાત્રિ મહોત્સવમાં જેસીબાઇ રાજકોટ યુવા પરિવારના સભ્યો તેમજ તમામ રાજકોટ વાસીઓ ડી.જે. ના સથવારે આ રાસોત્સવનો આનંદ લેશે. સાથે સાથે તમામ  લોકો માટે સ્વાદિષ્ટ ડીનરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દાંડીયા રાસમાં ભાગ લેવા માટે વ્યકિતદીઠ રૂ. 300 નો ચાર્જ રાખવામાં આવ્યો છે.

આ ઉ5રાંત આ કાર્યક્રમમાં અનેક વિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેવી કે ગરબા ડેકોરેશન, દાંડીયા ડેકોરેશન, દિયા ડેકોરેશન અને આરતી થાળી ડેકોરેશન વગેરે જેમાં પણ તમામ લોકો ભાગ લઇ શકે છે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે એક કેટેગરી દીઠ રૂ. પ0 નો ચાર્જ રાખવામાં આવ્યો છે.દાંડીયા રાસમાં તેમ જ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થનાર સ્પર્ધકોને તેમજ ખેલૈયાઓન અનેકવિધ એવોડર્સ અને ઇનામોથી નવાજવામાં આવશે.

આ નવરાત્રી મહોત્સવમાં ભાગ લેવા માટે તેમજ વધુ માહીતી માટે પ્રમુખ જેસી એચજીએફ નીશીત જીવરાજાણીનો મો. નં. 94292 30257 અથવા 73599 75757 ઉપર સંપર્ક કરવાનો રહેશે. ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે જેસી એચજીએફ નિશીત જીવરાજાની પ્રમુખ, જેસી એચજીએફ ડો. કલ્પશ રાડીયા ઉપપ્રમુખ, જેસી ફિરોઝ કારીયા ઉપપ્રમુખ, જેસી રિમા શાહ, જેસી કૌશલ શાહ ઉ5સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.