Abtak Media Google News

જે.પી. ઈસકોન ગ્રુપ અને શ્રીરામ જલારામ સદાવ્રત દ્વારા ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં ‘રામથાળ’ની શરૂઆત

ગુજરાત રાજયના અગ્રણી અને પ્રતિષ્ઠિત બિલ્ડર લોહાણા મહાપરિષદના પૂર્વ પ્રમુખ  પ્રવિણ કોટક અને તેમના લઘુબંધ જયેશભાઈ કોટકની કંપની જે.પી. ઈસકોન ગ્રુપ અને તેમના સાથી મિત્રો દ્વારા ચાલતા  રામ જલારામ સદાવ્રત કે જેના પાયાના દાતા  કંદભાઈ હરીભાઈ ઠકકર (દુબઈ),  વિપુલભાઈ કાન્તીભાઈ ઠકકર (કુવાડાવાળા),  વિપુલભાઈ વલ્લભભાઈ ઠકકર તથા  સુભાષભાઈ બી. ઠકકર, યોગેશભાઈ કનુભાઈ પુજારા (હારીજ)વાળા છે. કેન્દ્ર સરકારના ડી.આર.ડી. વિભાગ અને ગુજરાત સરકારના સાનિધ્યમાં નવનિર્મિત 900 બેડની ધન્વન્તરી કોવિડ હોસ્પિટલ જી.એમ.ડી.સી. ખાતે તમામ દર્દીઓને, મેડીકલ પેરામેડીકલ સ્ટાફને, ઉપસ્થિત સિકયુરીટીના તમામ જવાનોને તેમજ દર્દીના સગાઓ માટે નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા કરશે. વાત સમાજની હોય કે રાષ્ટ્રની હોય દાન અને સખાવતની વાત આવે ત્યાં સ્વ. શેઠ  તલકશીભાઈ દલછારામ કોટકનો પરીવાર સદા અગ્રેસર રહયો છે.

કોરોના મહામારીના શરૂઆતના તબકકા દરમ્યાન ગત વર્ષે અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની વિનંતીએ માન આપી જે.પી. ઈસ્કોન પરીવાર દ્વારા અમદાવાદ રામદેવનગર વિસ્તારમાં અનેક લોકોને દવા અન ભોજન નિ:શુલ્ક પુરા પાડયા હતા. તે જ અરસામાં અનેક શ્રમજીવી પરીવારોને ઈસ્કોન મેગા મોલમાં આશરો આપી તેમની તમામ વ્યવસ્થા અનેક દિવસો સુધી જે.પી. ઈસ્કોન પરીવાર દ્વારા કરવામાં આવી હતી. લોહાણા મહાપરીષદના પ્રમુખ તરીકે પણ પ્રવિણ કોટક દ્વારા કોરોના મહામારીમાં વ્યકિતગત મદદ કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડયું હતું.

તમામ દર્દીઓ, ડોકટર્સ, પેરામેડીકલ સ્ટાફ, દર્દીઓનાં સ્વજનો,
પોલીસ કર્મીઓને ઉતમ ભોજન આપવામાં આવશે

જે.પી. ઈસ્કોન ગ્રુપ અને શ્રી રામ જલારામ સદાવ્રત દ્વારા 900 બેડની નવી તૈયાર કરવામાં આવેલી ધન્વન્તરી કોવિડ હોસ્પીટલમાં તમામ દર્દીઓ, ડોકટર્સ, પેરામેડીકલ સ્ટાફ, 108 ના ડ્રાઈવર્સ, દર્દીઓના સ્વજનો, પોલીસ કર્મીઓ તેમજ સિકયુરીટી સ્ટાફને ઉતમ અને ઉચ્ચ કવોલીટીનું ભોજન આપવામાં આવશે. અંદાજે આ કાર્ય પાછળ રોજના સાડા ત્રણથી ચાર લાખ રૂપીયા જેટલાનો ખર્ચ થશે જેનો માસિક ખર્ચ અંદાજે એક કરોડ જેટલો ખર્ચ થશે તેવો અંદાજ છે. આ અંગે જે.પી. ઈસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવિણ કોટકને પૂછતાં તેમણે મકકમતાથી જણાવ્યું હતું કે મારા ગુજરાતી ભાઈઓને મદદ કરવા માટે ગમે તેટલો ખર્ચ થાય અમે અહીં આવેલા તમામને શુધ્ધ, સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ઉતમ ભોજન જમાડીશું.  પ્રવિણ કોટક તથા જયેશભાઈ કોટક પોતાનું એક વિશાળ મિત્રમંડળ ધરાવે છે અને આજે તેમના તમામ મિત્રો તેમના આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા આજથી જ કામે લાગી ગયા છે.

સમગ્ર વિશ્વનો લોહાણા સમાજ આજે પ્રવિણ કોટક, જયેશ કોટક અને તેમના પરીવાર પર ગર્વ લઈ રહયો છે. અમદાવાદના ઇતિહાસમાં પણ પ્રવિણ કોટક અને તેમની ટીમની દાતારી આગામી વર્ષો સુધી યાદ કરવામાં આવશે. વૈશ્વિક મહામારી કોરોનામાં સરકારશ્રીને મદદરૂપ થવાના ભાગરૂપે જે.પી.ઈસ્કોન ગ્રુપ અને શ્રી રામ જલારામ સદાવ્રત દ્વારા ધન્વન્તરી કોવિડ હોસ્પિટલમાં (2) શબવાહીની વિનામૂલ્યે માત્ર 24 કલાકમાં રાષ્ટ્રની સેવામાં અર્પણ કરવામાં આવી. આ સદકાર્યમાં સેવાના ભેખધારીઓને કોટી કોટી વંદન કોરોના મહામારીના સંકટની વેળાએ જી.એમ.ડી.સી. હોસ્પિટલ ખાતે આ ભગીરથ કાર્યમાં સતત હાજર રહીને સંકલન અને મેનેજમેન્ટ કરનાર અજયભાઈ (લાલાભાઈ) ઠકઠર, હર્ષદરાય ઠકકર (મંત્રી), જીતુભાઈ ઠકકર (જે.ડી.), ધર્મેશ ઠકકર (લાલો બજાજ) તથા નિગમ પટેલછ નિ:સ્વાર્થપણે આ સેવાની સરવાણીમાં અવિતપણે કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.