Abtak Media Google News

મહાત્મા ગાંધી જયંતી તથા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ક્લીન ઇન્ડિયા અભિયાન અનુસંધાને આયોજન

પંડિત લાલ બહાદુર શાસ્ત્રી તથા પૂ. મહત્મા ગાંધીજીની જન્મ જયંતિ પ્રસંગે પુષ્પાંજલિ

સફાઈ કર્મચારીઓનું સન્માન અને ગાંધી ધૂનનો કાર્યક્રમ પણ યોજાશે

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, ગુજરાત પ્રવાસન નિગમના કમિશનર જેનુ દેવન, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર એક યાદીમાં જણાવે છે કે, આવતી કાલે બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતી તથા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ક્લીન ઇન્ડિયા અભિયાન અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા કાર્યક્રમો મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાશે. ગાંધી ધૂન કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય રાજ્ય વાહન વ્યવહાર, નાગરિક ઉડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના  મંત્રી અરવિંદભાઈ રૈયાણીના વરદ હસ્તે કરવામાં આવશે.

કાલે બીજી ઓક્ટોબરે સવારે 06:30 કલાકે શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે પ્લોગીંગ રન, સાઈકલોથોન અને વોકેથોન યોજાશે. જેમાં પદાધિકારીઓ તથા કોર્પોરેટરો, અધિકારીઓ, કર્મચારીઓ અને આ ત્રણેય ઇવેન્ટમાં ભાગ લેનાર શહેરીજનો ઉપસ્થિત રહેશે.

સાઈકલોથોનનું આયોજન રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ સાઈકલ ક્લબ અને રાજકોટ રેન્ડોનીયર્સ તથા વોકેથોનનું આયોજન રાજકોટ મહાનગરપાલિકા અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્ર્મે થનાર છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના રિજ્યોનલ મેનેજર કે. પાર્થ સારથી નાયડુ, રાજકોટ સાઈકલ ક્લબના પ્રમુખ દિવ્યેશભાઈ જસાણી અને રાજકોટ રેન્ડોનીયર્સના વિજયભાઈ દોંગા તથા તેમની ટીમ રાજકોટ મહાનગરપાલિકા સાથે રહી જહેમત ઉઠાવી રહી છે.

સવારે 09:00 કલાકે ગુલાબવિહાર સોસાયટી, રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન કચેરી પાસે, પંડિત લાલ બહાદુર શાસ્ત્રીજીની પ્રતિમા તથા જયુબેલી ખાતે પૂ. મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ સવારે 11:00 કલાકે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે.

સાંજે 05:00 કલાકે મહાત્મા ગાંધી મ્યુઝીયમ, જ્યુબીલી ખાતે મહાનગરપાલિકા અને પ્રવાસન નિગમ દ્વારા ગાંધી ધૂનનું આયોજન કરવા આવશે. આ પ્રંસગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર અને પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા સ્વાતંત્ર્ય સેનાનીઓ, ગાંધીવાદીઓ, મહાનુભાવો અને શહેરીજનો ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.