કોરોનાને અટકાવવા રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે એક સપ્તાહ માટે જાહેરનામુ લંબાવ્યું

કોરોનાની બીજી લહેરને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે જાહેર કરેલી ગાઈડ લાઈનને પગલે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ગત વખતનું જાહેરનામુ રિન્યુ કરી પ્રતિબંધો યથાવત રાખવા અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. કોરોના મહામારીને અટકાવવા માટે તા. 18 મે સુધી  શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે કમિશનરેટની હદ સુધીના વિસ્તારમાં નીચે મુજબના હુકમો જારી કર્યા છે.

શહેરમાં રાત્રીના 8થી સવારના 6 વાગ્યા સુધી રહેવાસીઓએ પોતાના મકાનની બહાર નીકળવુ નહી. તેમજ જાહેર માર્ગ, રાજ માર્ગો, શેરીઓ ગલીઓમાં ઉભા રહેવુ નહી કે રખડવુ નહી. અથવા પગપાળા કે વાહન મારફત હરવુ ફરવુ નહીં. લગ્ન  સમારંભમાં બંધ કે ખુલ્લીે જગ્યામાં 50 વ્યક્તિઓની મંજુરી રહેશે. લગ્નો માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત રહેશે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહતમ 20 વ્યેક્તિઓની મંજુરી રહેશે

આ સમયગાળા દરમ્યારન દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, હોટેલ, રેસ્ટોરન્ટ, ખાણી-પીણીની દુકાનો, ચાની લારીઓ, પાનના ગલ્લાઓ, શોપીંગ કોમ્પલેકસ, અઠવાડિક ગુજરી બજાર, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો, સિનેમા થિયેટરો, ઓડીટોરિયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલુન, પાર્લર, જીમ, સ્વિમિંગ પુલ, મોલ કોમ્પલેક્ષ બંધ રહેશે. સમગ્ર જિલ્લામાં સરકારી, અર્ધસરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાયનાન્સ ટેક સબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝે કશન સેવાઓ, બેંકોનું કલીયરીંગ હાઉસ, એ.ટી.એમ./સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એકસચેન્જ, સ્ટોક બ્રોકરો, ઇન્સવયોરન્સા કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા, 50 ટકા સુધી સુનિશ્વિત કરવાની રહેશે. સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારના રાજકિય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો મેળાવડાઓ સદંતર બંધ રહેશે. જિલ્લામાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટસ કોમ્પલેક્ષ/ સ્પોર્ટસ સ્ટેડીયમ/ સંકુલમાં રમગ ગમત ચાલુ રાખી શકાશે.

જિલ્લાંના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પુજા / વિધી ધાર્મિક સંસ્થાનોના સંચાલકો/ પુજારીઓ દ્વારા જ કરવાની રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહતમ 50 ટકા પેસેન્જ ર કેપેસીટીમાં ચાલુ રહેશે. અન્ય રાજયોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા મુસાફરોને સબંધમાં આરોગ્યો અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સુચનાઓ લાગુ પડશે.તમામે ફેસ કવર, માસ્કા અને સોશિયલ ડિસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવું. ઉપરાંત કોવિડ-19 અન્વયે કેન્દ્રીય ગૃહ મંત્રાલય/રાજય સરકારના ગૃહ વિભાગના વખતો વખતના હુકમથી આપવામાં આવેલ આદેશો તથા માર્ગદર્શક સુચનાઓ આખરી રહેશે તેનો તમામે ચુસ્ત રીતે અમલ કરવાનો રહેશે.  આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.આવશ્ય ક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહી. આ હુકમમાં બિમાર, સગર્ભા, અશકત વ્યકિતઓને સારવાર માટે અવરજવરની છુટ રહેશે. એસટી, રેલ્વે કે એરપોર્ટની મુસાફરી કરનારને ટિકિટ રજૂ કર્યે અવરજવર પર મુક્તિ મળશે. મેડિકલ, પેરામેડિકલ સ્ટોર્સ, શાકભાજી માર્કેટ, મસાલા દળવાની ઘંટી, મિડિયા વગેરેને આ હુકમમાંથી મુકિત મળશે