Abtak Media Google News

કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બનતા રાજય સરકાર દ્વારા આંશિક લોકડાઉન જાહેર કરી કેટલાક પ્રતિબંધ ફરમાવતા તંત્ર દ્વારા સરકારની નવી ગાઇડ લાઇનનો કડક અમલ કરાવવા એકસનમાં આવી ગયું છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ખુદ પેટ્રોલિંગમાં જોડાયા હતા. શહેરના હનુમાન મઢી ચોક, રૈયા ચોકડી, સાધુ વાસવાણી રોડ, યુનિર્વસિટી રોડ, ઇન્દિરા સર્કલ, કે.કે.વી.ચોક, એસ્ટ્રોન ચોક, વિરાણી ચોક, કેનાલ રોડ અને રામનાથપરા વિસ્તારમાં સઘન ચેકીગ કર્યુ હતું. ઠેર ઠેર પાનના ગલ્લા, ચાની કેબીનો, પ્લાસ્ટીકના વેપારી અને સ્પ્રેના વેપારી વી.એન.એસ સહિતના ધંધાર્થીઓએ ખુલ્લા જોવા મળતા તમામની અટકાયત કરી સરકારની ગાઇડ લાઇનનો કડક રીતે અમલ કરાવ્યો હતો. બીજી તરફ લોકોમાં જાગૃતિ આવે તે માટે ગાંધીગ્રામ અને પ્ર.નગર પોલીસ મથક વિસ્તારમાં એસીપી પી.કે.દિયોરાના માર્ગ દર્શન હેઠળ પી.આઇ. કે.એ.વાળા અને પી.આઇ. એલ.એલ.ચાવડા સહિતના પોલીસ સ્ટાફ અને એસઆરપી સ્ટાફ દ્વારા ફુટપેટ્રોલિંગ કર્યુ હતું. (તસવીર: કરન વાડોલીયા)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.